નિફ્ટીએ આજે એટલે કે 15 જુલાઈના રોજ સતત બીજા ટ્રેડિંગ દિવસે સર્વકાલીન ઊંચાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન તે 24,635ના સ્તરને સ્પર્શ્યો હતો. તે જ સમયે, સેન્સેક્સ પણ 80,850 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. કારોબારના અંતે સેન્સેક્સ 145 પોઈન્ટ ઉછળીને 80,664ના સ્તરે અને નિફ્ટી 84 પોઈન્ટ વધીને 24,586ની સપાટીએ બંધ રહ્યો હતો.
હાઈલાઈટ્સ
- સેર બજારમાં તેજીનો માહોલ
- સેન્સેક્સ 80664 ના સ્તર પર બંધ
- નિફ્ટી 24,586 ના સ્તર પર બંધ
- સેન્સેક્સમાં 145 પોઈન્ટનો ઉછાળો
- નિફ્ટીમાં 84 પોઈન્ટનો ઉછાળો
એશિયન બજારો માટે મિશ્ર કારોબાર
એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 1.29% નીચે છે. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.11% અપ છે. જાપાનનું શેરબજાર આજે બંધ છે. HCL ટેક, રિલાયન્સ, TCS, ટાટા મોટર્સ, M&M, મારુતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટ માર્કેટને ઉપર ખેંચી રહ્યા છે. ICICI બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ અને એશિયન પેઈન્ટ્સ બજારને નીચે ખેંચી રહ્યા છે.
શુક્રવારે અમેરિકન બજારમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 247 પોઈન્ટ (0.62%) વધીને 39,344 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 115.04 (0.63%) પોઈન્ટ વધીને 18,398 પર બંધ રહ્યો હતો.
શુક્રવારે બજારે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું
ગયા સપ્તાહની શરૂઆતમાં, શુક્રવારે (12 જુલાઈ) શેરબજારે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સે 80,893ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે અને નિફ્ટીએ 24,592ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે. જો કે, બાદમાં બજાર વિક્રમી ઊંચાઈથી થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 622 પોઈન્ટ વધીને 80,519 પર અને નિફ્ટી 186 પોઈન્ટ વધીને 24,502 પર બંધ થયો.