પોલીસે સીમાપારથી થતી દાણચોરીનો પર્દાફાશ કર્યો છે અને હથિયારો અને હેરોઈન સાથે બે લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે બુધવારે આ જાણકારી આપી.
હાઈલાઈટ્સ
- પંજાબ પોલીસે સરહદ પારની દાણચોરીનો પર્દાફાશ કર્યો
- પંજાબમાં પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવે છે ડ્રગ્સ અને હથિયાર
- હથિયારો અને હેરોઈન સાથે બે લોકોની ધરપકડ કરી
- આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે
પંજાબ પોલીસે સરહદ પારની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે અને હથિયારો અને હેરોઈન સાથે બે લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે બુધવારે આ જાણકારી આપી.
પોલીસ મહાનિર્દેશક યાદવે કહ્યું કે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમૃતસર પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓ પાકિસ્તાનથી હથિયાર અને ડ્રગ્સની દાણચોરી કરે છે. આ પછી તેમના પર નજર રાખવામાં આવી હતી. તપાસ બાદ બંને ઝડપાયા હતા. તેમની પાસેથી સાત કિલો હેરોઈન, પાંચ પિસ્તોલ, પાંચ કારતૂસ અને પાંચ મેગેઝીન મળી આવ્યા છે. તેમની પાસેથી મળી આવેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 49 કરોડ રૂપિયા છે.