સુપ્રીમ કોર્ટમાં આજે યોજાનારી NEET-UGની સુનાવણી પહેલા, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પેપર લીક અને પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિના સંબંધમાં AIIMS પટનાના ત્રણ ડૉક્ટરોની અટકાયત કરી છે.
હાઈલાઈટ્સ
NEET પેપર લીક મામલે CBIની મોટી કાર્યવાહી
ટના AIIMSના 3 ડોક્ટરની ધરપકડ
ડૉક્ટર 2021 બેચના છે અને પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી
સીબીઆઈએ ડોક્ટરોના રૂમને સીલ કરી દીધા
ડોક્ટરોના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા
સુપ્રીમ કોર્ટમાં આજે યોજાનારી NEET-UGની સુનાવણી પહેલા, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પેપર લીક અને પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિના સંબંધમાં AIIMS પટનાના ત્રણ ડૉક્ટરોની અટકાયત કરી છે. ડૉક્ટર 2021 બેચના છે અને પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી છે. આ સાથે સીબીઆઈએ ડોક્ટરોના રૂમને સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
અગાઉ જૂનના અંતમાં, સીબીઆઈએ NEET પેપર લીક કેસમાં ઝારખંડના હજારીબાગમાંથી ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. એહસાનુલ હક અને વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમની ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. ત્રણ દિવસની લાંબી પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ચાલી રહેલી તપાસના ભાગ રૂપે, આજે એક સ્થાનિક દૈનિકના વરિષ્ઠ પત્રકાર જલાલુદ્દીનની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર પત્રકાર જલાલુદ્દીન પર પ્રિન્સિપાલ ડૉ.એહસાનુલ હકની મદદ કરવાનો આરોપ છે. પ્રિન્સિપાલ એહસાનુલ હકને પણ ગયા વર્ષે CBSEના કો-ઓર્ડિનેટર બનાવવામાં આવ્યા હતા, એવું માનવામાં આવે છે કે ધરપકડ કરાયેલા પ્રિન્સિપાલે CBSE પરીક્ષામાં પણ છેડછાડ કરી હશે. તમને જણાવી દઈએ કે NEET પેપર લીક કેસ CBIને સોંપ્યા બાદ 25 દિવસમાં રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે આખા કેસમાં હવે માત્ર એક જ ખૂટતી કડી શોધવામાં આવી રહી છે, જે કાગળ લઈને જતી ટ્રકની માહિતી પોલીસને પૂરી પાડવાની છે.