ચીનના શાંક્સી પ્રાંતમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ગુમ છે.
હાઈલાઈટ્સ
- ચીનના શાંક્સી પ્રાંતમાં ભારે વરસાદ
- વરસાદના કારણે પૂરી સ્થિતિ સર્જાઈ
- પૂર આવતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર એક પુલ ધરાશાયી
- પુલ ધરાસાયી થતા 11 લોકોના મોત
- માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી
ચીનના શાંક્સી પ્રાંતમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ગુમ છે. ચીનના સરકારી મીડિયાએ આ ઘટનાની માહિતી આપી છે. માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલના ટ્રોમો સેમ્ટરમાં રાખ્યા છે અને જે લોકો છે તેમની શોધખોળ હજી ચાલુ છે.
ઘટના શાંગલુઓ શહેરમાં ઘટી
ચીનના રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, શાંગલુઓ શહેરના ઝાશુઈ કાઉન્ટીમાં ડેનિંગ એક્સપ્રેસવે પર એક નદી પરના પુલનો એક ભાગ ભારે વરસાદના કારણે પૂરના કારણે તૂટી પડ્યો હતો. આ દરમિયાન પુલ પર હાજર 25 જેટલા વાહનો પૂરમાં વહી ગયા હતા. રેસ્ક્યુ ટીમે 5 વાહનોમાંથી 11 મૃતદેહ બહાર કાઢ્યા છે. જો કે, લગભગ 20 વાહનો હજુ પણ ગુમ છે અને તેમાં મુસાફરી કરી રહેલા 30 મુસાફરો પણ લાપતા છે.
રાષ્ટ્રપતિ જિનપિંગનું બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચન
રાષ્ટ્રપતિ શી જિનપિંગે દુર્ઘટનાની નોંધ લીધી છે અને એકંદરે બચાવના પ્રયાસોને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે કહ્યું હતું કે ચીન પૂર નિયંત્રણ માટે નિર્ણાયક સમયગાળામાં છે અને સ્થાનિક સરકારોએ મોનિટરિંગ અને વહેલી ચેતવણી વધારવાની જવાબદારી લેવી જોઈએ. ચીનની નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યુ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 859 કર્મચારીઓ, 90 વાહનો, 20 બોટ અને 41 ડ્રોન સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.