હાઈલાઈટ્સ :
- આજે સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો
- નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યુ આર્થિક સર્વેક્ષણ
- આર્થિક સર્વેક્ષણ અંગે તમામ વિગતો સાથે વિશેષ અહેવાલ
- દેશમાં આખરે ક્યારે શરૂ થઈ આર્થિક સર્વેક્ષણની પરંપરા
- સૌ પ્રથમ વખત સંસદમાં ક્યારે રજૂ થયુ આર્થિક સર્વેક્ષણ
- દેશનો વાસ્તવિક GDP વૃદ્ધી દર 6.5-7 ટકા રહેવાનુ અનુમાન
- 22 જુલાઈથી શરૂ થયેલુ ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે
નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ પૂર્વે એક દિવસ પહેલા દેશનું વર્ષ 2023-24નુ આર્થિક સર્વેક્ષણ સંસદ પટલ પર રજૂ કર્યુ.જેમાં નાણાકીય વર્ષમા થયેલ આવક તેમજ ખર્ચની સમિક્ષા આધારે તૈયાર કરાયુ .જેમાં દેશનો વાસ્તવિક GDP એટલે કે ઘરેલુ આર્થિક વૃદ્ધી દર 6.5-7 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ .
– આર્થિક સર્વેક્ષણ એટલે શું ?
પ્રતિવર્ષ દેશના નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા લોકસભા તેમજ રાજ્યસભા એમ બંને ગૃહ સમક્ષ દેશનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે.આ વર્ષે પણ નાણામંત્રી નિર્મલા સિતારમણે ગૃહ સમક્ષ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ આ દસ્તાવેજ બજેટનો મુખ્ય આધાર હોય છે.અને દેશની અર્થવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ સામે આવે છે.આર્થિક સર્વેને અગાઉના વાર્ષિક નાણાકીય વર્ષમા થયેલી આવક અને ખર્ચની સમિક્ષાના આધારે તૈયાર કરવામાં આવે છે.
નાણામંત્રી નિર્મલા સિતારમણ 23 જુલાઈને મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કરશે.ત્યારે આજે સોમવારથી સંસદમાં ચોમાસુ સત્ર એટલે કે બજેટ સત્રનો પ્રારંભ થયો છે.જેમા નાણામંત્રી નિર્મલા સિતારમણે ગૃહના ટેબલ પર આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ ત્યારે આવો એ જાણવા પ્રયાસ કરીએ કે આર્થિક સર્વેક્ષણ શુ છે અને તેનું કેટલુ મહત્વતા કેટલી છે.સાથે જ એ પણ જાણીએ કે આ પરંપરાની શરૂઆત ક્યારે થઈ હતી.
– આર્થિક સર્વેક્ષણની શરૂઆત ક્યારે થઈ ?
આર્થિક સર્વે ને બે ભાગમાં રજૂ કરવામા આવે છે. જેમાં આર્થિક સર્વેક્ષણમાં સરકારી નીતિઓ,મુખ્ય આર્થિક આંક તેમજ ક્ષેત્ર મુજબ આર્થિક પરિણામો અંગે વિસ્તારથી દર્શાવવામાં આવે છે.સાથે જ રોકાણ,બચત તેમજ ખર્ચ કરવાના પ્રકારનો પણ ક્યાસ લગાવે છે.તેના પ્રથમ ભાગમા દેશની અર્થવ્યવસ્થાની જમીની હકીકતની જાણકારી જાહેર કરવામા આવે તો બીજા ભાગમાં વિવિધ ક્ષેત્રોના મુખ્ય આંકડા દર્શાવવામા આવે છે.
– સંસદમાં ક્યારે રજૂ થયુ સૌ પ્રથમ આર્થિક સર્વેક્ષણ
દેશના આર્થિક સર્વેક્ષણથી જોડાયેલા દસ્તાવેજ આર્થિક મામલાના વિભાગો અને મુખ્ય આર્થિક સલાહકારના માર્ગદર્શનમાં રજૂ કરવામાં આવે છે.અને તૈયાર થયા બાદ આર્થિક સર્વેને મંત્રી પોતાનું અનુમોદન આપે છે.ઉલ્લેખનિય છે કે દેશનુ પ્રથમ આર્થિક સર્વે વર્ષ 1950-51 માં રજૂ કરવામાં આવ્યુ હતુ. તે સમયે તે બજેટના દિવસે જ રજૂ કરવામાં આવતુ હતુ.પરંતુ વર્ષ 1964 થી તેને બજેટના એક દિવસ અગાઉ રજૂ કરવામા આવી રહ્યુ છે જે પરંપરા આજે પણ યથાવત છે.
– નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યુ આર્થિક સર્વેક્ષણ
આ વખતે 22 જુલાઈને સોમવારે નાણામંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ સંસદ પટલ પર રજૂ કર્યુ જેમાં સરકારે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશનો વાસ્તવિક GDP એટલે કે ઘરેલુ આર્થિક વૃદ્ધી દર 6.5-7 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ .
આર્થિક સમિક્ષામાં કહેવામાં આવ્યુ છે કે નાણાકીય વ્યય પર સરકારનો અંકુશ અને ખાનગી ક્ષેત્રમાં રોકાણમા સતત ગતિને લઈ મૂડી નર્માણ વૃદ્ધીને બળ મળ્યુ છે.સફળ સ્થાયી મૂડી નિર્માણમાં વર્ષ 2023-24 માં વાસ્તવિકરૂપથી 9 ટકાનો વધારો થયો છે.આર્થિક સર્વેક્ષણ અનુસાર દેશના રાજકોષિય ખાદ્ય પાછલા વર્ષની તુલનામાં વર્ષ 2023માં 1.6 ટકા આંક વધ્યો છે.
આર્થિક સર્વેક્ષણમા સરકારે કહ્યુ કે સેવા ક્ષેત્ર એક મુખ્ય રોજગાર આપનાર દાતા રહ્યુ છે.તો નિર્માણ ક્ષેત્ર પણ હાલમાં જ વધ્યુ છે. જે બુનિયાદી રીતે સરકાર તરફથી પહેલને કારણે છે.સર્વે મુજબ ખરાબ ઋણ દેણાની વિરાસતના કારણે પાછલા દશકમાં વિનિર્માણ ક્ષેત્રમાં રોજગાર સર્જન ઘટ્યુ પરંતુ વર્ષ 2021-22 ની તુલનામા તેમા સુધાર પણ આવ્યો છે.નાણામંત્રી નિર્મલા સિતારમણ 23 જુલાઈએ એટલે કે મંગળવારે કેન્દ્રિય બજેટ 2024-25 રજૂ કરવા અગાઉ એક દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ હતુ.
SORCE : અમર ઉજાલા