નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે દેશનુ બજેટ રજૂ કર્યુ આ તેમનુ પોતાનુ સતત સાતમુ બજેટ તો નરેન્દ્ર મોદી સરકારની ત્રીજા કાર્યકાળનું પ્રથમ અને મોદ સરકારના 10 વર્ષના શાસનકાળનુ આ 13 મું બજેટ રજૂ કર્યુ હતુ.આ બજેટ અંગે વિવિધ મહાનુભાવોએ પ્રતિક્રિયા આપી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅ પણ પ્રતિક્રિયા આપી હતી.
હાઈલાઈટ્સ :
- નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યુ 2024-25નું બજેટ
- બજેટ 2024-25 ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા
- દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જનાર આ મહત્વપૂર્ણ બજેટ
- દેશના આ મહત્વપૂર્ણ બજેટ અંગે દેશવાસિઓને અભિનંદન પાઠવ્યા
- આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપવા જનાર રહ્યું છે : PM મોદી
- દેશના ખેડૂતોને ગરીબીમાંથી બહાર લાવવાનું છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ પર કહ્યું, “દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જનાર આ મહત્વપૂર્ણ બજેટ માટે હું દેશવાસીઓને અભિનંદન આપું છું.આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપવા જઈ રહ્યું છે,તે ગામડાઓ અને ગામડાઓને મદદ કરશે.આ બજેટ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને ગરીબીમાંથી બહાર લાવવાનું છે અને તેમના શિક્ષણ અને કૌશલ્યને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનું આ બજેટ છે.નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોની આર્થિક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે બજેટમાં ઉત્પાદન અને માળખાગત સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જે આર્થિક વિકાસને નવી ગતિ અને સાતત્ય આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,”રોજગાર અને સ્વરોજગાર માટેની અભૂતપૂર્વ તકોમાં વધારો એ અમારી સરકારની વિશેષતા છે,આજનું બજેટ તેને વધુ મજબૂત બનાવે છે.આ બજેટમાં સરકારે રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે,જે દેશને કરોડો રૂપિયાની રોજગારી પ્રદાન કરશે જે “નવી નોકરીઓ ઉભી થશે,
તેમણે કહ્યુ કે અમારી સરકાર તેમના જીવનમાં પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર આપશે અથવા ઇન્ટર્નશીપ યોજના દ્વારા, ગામડાના 1 કરોડ યુવાનો ટોચની કંપનીઓમાં કામ કરશે.આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગસાહસિક બનાવવાના છે,આ હેતુ માટે મુદ્રા લોનની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,”આપણે સાથે મળીને ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવીશું.આ બજેટમાં નાના ઉદ્યોગો માટે ધિરાણની સરળતા વધારવા માટે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્પાદન અને નિકાસ ઇકોસિસ્ટમને આગળ લઈ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેક જિલ્લા માટેના બજેટમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે..આ બજેટ સ્ટાર્ટઅપ, ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે ઘણી નવી તકો લઈને આવ્યું છે.”