વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.બેઠકની થીમ ‘વિકસિત ભારત@2047’ છે.
હાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે
- નીતિ આયોગની આજે 9મી કાઉન્સિલની બેઠક
- નીતિ આયોગની આજે 9મી કાઉન્સિલની થીમ ‘વિકસિત ભારત@2047’
- ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરો, કેન્દ્રીય મંત્રીઓ પદાધિકારી સભ્યો અને વિશેષ આમંત્રિતો અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને સભ્યો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. જીડીપી પાંચ ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગયો છે.
2047 સુધીમાં US$30 ટ્રિલિયન અર્થતંત્ર સુધી પહોંચવાની આકાંક્ષા છે. 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી અભિગમની જરૂર પડશે. આજે યોજાનારી બેઠકનો હેતુ આ વિઝનનો રોડમેપ તૈયાર કરવાનો છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.
#WATCH | Defence Minister Rajnath Singh arrives at the Rashtrapati Bhavan Cultural Centre, New Delhi to attend the NITI Aayog meeting pic.twitter.com/3RF6JeH17v
— ANI (@ANI) July 27, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
#WATCH | Union Home Minister Amit Shah arrives at the Rashtrapati Bhavan Cultural Centre, New Delhi to attend the NITI Aayog meeting pic.twitter.com/RG0XL5HJwO
— ANI (@ANI) July 27, 2024