પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની ખૂબ જ શાનદાર રહી હતી.આ સમારોહમાં પીવી સિંધુ અને શરત કમલે ત્રિરંગો લહેરાવ્યો હતો.
હાઈલાઈટ્સ :
- પીવી સિંધુ-શરત કમલે ત્રિરંગો લહેરાવ્યો
- પીવી સિંધુ અને શરથ કમલ 117 સભ્યોની ભારતીય ટુકડીના બે ધ્વજ વાહક હતા
- 78 સભ્યોએ શુક્રવારે પેરિસમાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો
- ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં તીરંદાજી સાથે શરૂઆત કરી
- ભારતીય ખેલાડીઓ આજે કુલ 7 રમતોમાં ભાગ લેશે
- Photos :
પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ ખૂબ જ ભવ્ય રીતે યોજાયો હતો. ઉદઘાટન સમારોહ શુક્રવાર, જુલાઈ 26 ના રોજ યોજાયો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં કુલ 117 ભારતીય એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. જોકે, ઓપનિંગ સેરેમનીમાં માત્ર 78 ખેલાડીઓએ જ ભાગ લીધો હતો.
ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 11 વાગ્યે સમારોહ શરૂ થયો હતો. આ સમારોહ લગભગ 3 થી 4 કલાક સુધી ચાલ્યો હતો.
ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેનાર ભારતીય પુરૂષ ખેલાડીઓ કુર્તામાં જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓ સાડીમાં જોવા મળી હતી.
પેરિસમાં ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદ હોવા છતાં સમારોહમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઓલિમ્પિકના ઈતિહાસમાં આ એકમાત્ર ઉદ્ઘાટન સમારોહ હતો,જે બહારના કોઈપણ ક્ષેત્રમાં નથી થયો.આ ઉદ્ઘાટન સીન નદી પર થયું હતું.
આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીએ 84માં નંબર પર સીન નદીમાં પરેડ કરી હતી. ભારતીય ટીમમાં પીવી સિંધુ અને અચંતા શરથ કમલે તિરંગો લહેરાવ્યો હતો
એફિલ ટાવરના લાઇટ શોએ સમારંભમાં ઉમેરો કર્યો. અંધારા બાદ આ લાઈટ શોને ઘણા લોકોએ માણ્યો હતો.
આ સમારોહ જોવા લાખો લોકો ઉમટી પડ્યા હતા. પ્રખ્યાત ગાયિકા લેડી ગાગા અને એરિયાના ગ્રાન્ડે પણ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. લેડી ગાગાએ પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.