ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બિમારી બાદ દુ:ખદ નિધન થયું છે. તેઓ વડોદરામાં બ્લડ કેન્સર હોવાથી સારવાર લઇ રહ્યા હતા. ગઇકાલે મોડી રાત્રે 71 વર્ષની વયે તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા.
હાઈલાઈટ્સ :
- ક્રિકેટર અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન,
- પીએમ મોદી ,અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી દુખ વ્યકત કર્યું
- ગાયકવાડે 1975 થી 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI મેચ રમી હતી
- BCCIના અધ્યક્ષ જય શાહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ તેજસ્વી બેટ્સમેન અને કોચ અંશુમાન ગાયકવાડનું વડોદરામાં 71 વર્ષની વયે નિધન થયું હતું. ગાયકવાડે 1975 થી 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI મેચ રમી હતી. તેની રમતની કારકિર્દી પછી, તે પસંદગીકાર બન્યો અને પછી રાષ્ટ્રીય ટીમનો કોચ પણ બન્યો.
પૂર્વ ક્રિકેટરોએ સારવાર માટે મદદની અપીલ કરી હતી
તાજેતરમાં, જ્યારે તેની બીમારીના સમાચાર સામે આવ્યા, ત્યારે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ BCCIને તેની મદદ કરવા માટે અપીલ કરી હતી, જેમાં 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવનો પણ સમાવેશ થાય છે. બાદમાં BCCI સેક્રેટરી જય શાહે તેમની સારવાર માટે 1 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર હતું. અંશુમન સારવાર માટે પહેલા લંડન ગયો હતો અને બાદમાં તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે તેમને બચાવી શકાયા ન હતા અને 31મી જુલાઈની મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.
ગાયકવાડના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંશુમન ગાયકવાડના નિધન પર તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટર પર લખ્યું- “શ્રી અંશુમાન ગાયકવાડ જીને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ પ્રતિભાશાળી ખેલાડી અને ઉત્તમ કોચ હતા. તેમના નિધનથી દુઃખી છું.
Shri Anshuman Gaekwad Ji will be remembered for his contribution to cricket. He was a gifted player and an outstanding coach. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 31, 2024
બીસીસીઆઈના સચિવ જય શાહે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અંશુમન ગાયકવાડના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેણે લખ્યું- “શ્રી અંશુમન ગાયકવાડના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના. સમગ્ર ક્રિકેટ જગત માટે આ દુઃખદ ઘટના છે. તેમની આત્માને શાંતિ મળે.”
કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ટ્વીટર પર ટ્વીટ કરી દુખ વ્યકત કર્યું
Deeply saddened by the demise of Anshuman Gaekwad Ji, a legendary cricketer whose cricketing skills enhanced the pride of Indian cricket. My heartfelt condolences are with his family and followers during this hour of grief. Om Shanti
— Amit Shah (@AmitShah) July 31, 2024
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ટ્વીટર પર ટ્વીટ કરી દુખ વ્યકત કર્યું
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. ભારતીય ક્રિકેટ જગતમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો તથા પ્રશંસકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏— Bhupendra Patel (@Bhupendrapbjp) August 1, 2024
અંશુમન ગાયકવાડની કારકિર્દીની યાદગાર ઇનિંગ્સ
અંશુમન ગાયકવાડે પોતાની કારકિર્દીમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન સામે 671 મિનિટમાં રમેલી તેની 201 રનની ઈનિંગ આજે પણ યાદ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ સામે હેલ્મેટ વિના બેટિંગ કરતા 81 રન બનાવ્યા, જે તેની હિંમતનું પ્રતિક છે.