ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ શનિવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં જર્મનીની મિશેલ ક્રોપેનને હરાવીને પેરિસ ઓલિમ્પિકમાં વ્યક્તિગત મહિલા તીરંદાજી સ્પર્ધાના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
હાઈલાઈટ્સ :
- તીરંદાજીમાં દીપિકા કુમારીએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
- દીપિકાની ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:09 વાગ્યે શરૂ
- તીરંદાજ દીપિકા કુમારી જર્મન તીરંદાજને હરાવીને છેલ્લા 8માં પહોંચી ગઈ
- ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે
તીરંદાજ દીપિકા કુમારી જર્મન તીરંદાજને હરાવીને છેલ્લા 8માં પહોંચી ગઈ છે. દીપિકા હવે તીરંદાજી મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. દીપિકાની ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:09 વાગ્યે શરૂ થશે. દેશને દીપિકા પાસેથી ગોલ્ડ મેડલની આશા છે.
દીપિકાએ લેસ ઇનવેલિડ્સમાં રાઉન્ડ ઓફ 16ની મેચમાં તેની જર્મન હરીફ સામે 6-4 (2-0, 1-1, 2-0, 0-2, 1-1)થી જીત મેળવી હતી. ભારતીય તીરંદાજે દમદાર પ્રદર્શન સાથે શરૂઆત કરી અને પહેલો સેટ 27-24થી જીત્યો. બીજા સેટમાં દીપિકાએ 10, 8 અને 9 ફટકાર્યા હતા. જ્યારે તેના જર્મન પ્રતિસ્પર્ધીએ સારું પ્રદર્શન કર્યું અને સતત ત્રણ 9 લીધા ,દીપિકાએ પુનરાગમન કર્યું અને ત્રીજો સેટ જીતીને મેચમાં 5-1ની લીડ મેળવી લીધી.
હંગેરીની ભૂતપૂર્વ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર વેરોનિકા મેજર સામે શૂટ-ઑફમાં મુકાઈ ત્યારે મનુની સફરનો અંત આવ્યો કારણ કે તે 28 પોઈન્ટ પર ટાઈ હતી.દક્ષિણ કોરિયાના જિન યાંગે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્રાન્સની કેમિલી જેદ્રજેવેસ્કીને બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. આ દરમિયાન હંગેરીની વેરોનિકા મેજર ત્રીજા ક્રમે રહી હતી.
અગાઉ, શનિવારે, ભારતીય શૂટર મનુ ભાકેર પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી.હાલમાં ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને તે બધા શૂટિંગમાં આવ્યા છે.