વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.
બાંગ્લાદેશમાં પહેલાથી જ હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.હવે તખ્તાપલટ બાદ આ અત્યાચારમાં વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આપણો પાડોશી બાંગ્લાદેશ એક વિઅનિશ્ચિતતા, હિંસા અને અરાજકતામાં ફસાયેલો છે.હસીના સરકારના રાજીનામા બાદ અને તેમના દેશ છોડ્યા બાદ વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સંકટની આ ઘડીમાં ભારત બાંગ્લાદેશના સમગ્ર સમાજના મિત્ર તરીકે મક્કમતાથી ઊભું છે.