હાઈલાઈટ્સ :
- RBI ની મૌદ્રિક સમિતિની બેઠક ત્રિદિવસીય બેઠક મળી
- સતત નવમી વખત રેપોરેટ યથાવત રાખવા નિર્ણય
- ભારતીય રિઝર્વ બેંકે હાલનો રેપોરેટ 6.5 યથાવત રાખ્યો
- નાણાકીય વર્ષ 2024-25 માટે વિકાસ દરને લઈ અંદાજ
- 2024-25માં દેશનો વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ની મૌદ્રિક સમીતિની ત્રણ દિવસીય બેઠક બેઠક બાદ આજે રેપોરેટ જાહેર કરવામા આવ્યો અને તેને યથાવત રાખવા જાહેરાત કરવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ની મૌદ્રિક સમીતિની ત્રણ દિવસીય બેઠક બેઠક બાદ આજે રેપોરેટ જાહેર કરવામા આવ્યો અને સતત નવમી વખત તેને યથાવત રાખવા જાહેરાત કરવામાં આવી છે.નોંધનિય છે કે RBI એ હાલનો રેપોરેટ 6.5 યથાવત રાખ્યો છે.એટલુ જ નહી પણ RBI એ ભારતના નાણાકીય વર્ષ 2024-25 માટે દેશનો વિકાસ દર 7.2 ટકા યથાવત રહેવાનો અંદાજ પણ વ્યક્ત કર્યો છે.RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે 8 ઓગસ્ટને ગુરૂવારે આ જાણકારી આપા હતી.
ભારતીય રિઝર્વ બેન્કની મુદ્રા સમિતિની ત્રિ માસિક ત્રણ દિવસ માટેની બેઠક મળી હતી.જેમાં હાલના રેપોરેટને યથાવત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે જાણકારી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ કે મુદ્રા સમિતિની બેઠક 6,7 અને 8 ઓગસ્ટના રોજ મળી હતી.જેમા 4:2 ની બહુમતિ સાથે નીતિગત વ્યાજદરો એટલે કે રેપોરેટ 6.5 ટકા પણ યથાવત રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.તેમણે કહ્યુ કે વર્ષ 2023 થી રેપોરેટમાં કોઈ પણ બદલાવ કરવામા આવ્યો નથી અને આ પ્રમાણે સતત નવમી વખત રેપોરેટ યથાસ્થિતિ પર સ્થિર રાખવામાં આવ્યો છે.
નોંધનિય છે કે RBI ની મૌદ્રિક સમિતિની અગાઉની બેઠક જૂનમા મળી હતી તેમાં પણ છ માથી ચાર સભ્યોએ રેપોરેટ યથાવત રાખવાની તરફેણમા મત આપ્યો હતો.તો MPC ના નિર્ણય અંગે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે વૈશ્વિક સ્તર પર અસ્થિરતા જોવાઈ રહી છે.જોકે દુનિયાભરમા મોંઘવારી ઘટી રહી છે તો સેન્ટ્રલ બેન્ક અર્થવ્યવસ્થાની સ્થિતિના આધારે વ્યાજદર પર નિર્ણય કરવામા આવ્યો છે.તેમણે એમ પણ કહ્યુ કે ઘરેલુ અર્થવ્યવસ્થા પણ મજબૂત છે સર્વિસ સેક્ટરનું પ્રદર્શન પણ ખૂબ જ ઉત્તમ છે,તો સેવા તેમજ નિર્માણ ક્ષેત્રમા મજબૂતી યથાવત છે.શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2024-25 મા દેશની ઘરેલુ ઉત્પાદ ક્ષમતા એટલે કે GDP 7.2 ટકા યથાવત રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ RBI ગવર્નર શક્તિકાંત દાસે એક મહત્વની જાહેરાત પણ કરી હતી જેમાં તેમણે જણાવ્યુ કે ચેક ટ્રંકેશન સિસ્ટમ એટલે કે CTS નિયમ અનુસાર હવેથી ચેક ક્લિયર થવામાં બે દિવસ નહી પણ અમુક કલાકમાં જ થઈ જશે જે સામાન્ય લોકોને સિધો ફાયદો કરાવશે.આ સાથે જ બેઠકમાં RBI એ ડિજીટલ લૈંડીગ એપ્સની ગેરકાયદેસર એપ પર લગામ લગાવવા માટે પબ્લિક રેપોઝિટરી જાહેર કરવા પણ નિર્ણય લીધો છે.અને તેને રેગ્યુલેટેડ એંટિટિ ના માધ્યમથી સંચાલિત કરવામાં આવશે જે ગેરકાયદેસર ડિજીટલ એપ પર નજર રાખશે.
SORCE : ABP NEWS