હાઈલાઈટ્સ
- બ્રાઝિલમાં પ્લેન ક્રેશ
- તમામ મુસાફરોના મોત
- આ પ્લેનમાં 62 લોકો સવાર હતા
બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ આ પ્લેનમાં 62 લોકો સવાર હતા. આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકોનો આબાદ બચાવ થયો તેની અંતિમ માહિતી ઉપલબ્ધ નથી.
બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ આ પ્લેનમાં 62 લોકો સવાર હતા. આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકોનો આબાદ બચાવ થયો તેની અંતિમ માહિતી ઉપલબ્ધ નથી. આ એરક્રાફ્ટ 14 વર્ષ જૂનું એરક્રાફ્ટ હતું. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
એરલાઇન વોપાસે પ્લેન ક્રેશ થયાની પુષ્ટિ કરી છે. વિમાનમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. આ વિમાન સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું.
58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સનું વિમાન સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતી વખતે ક્રેશ થયું હતું, એરલાઈને એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી. નિવેદનમાં અકસ્માતનું કારણ જણાવ્યું નથી.
BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3
— BNO News (@BNONews) August 9, 2024
સાઓ પાઉલોના રાજ્યના અગ્નિશમન વિભાગે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી કે વિન્હેદોમાં વિમાન ક્રેશ થયું હતું અને તેણે સાત ટીમોને ક્રેશ એરિયામાં મોકલી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે વિમાન ઝાડના સમૂહમાં પડી રહ્યું છે અને ત્યારબાદ કાળા ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા છે. આ ઘટના બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યની છે.