અવામી લીગના હજારો કાર્યકરો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. આ માટે તેઓએ પ્રદર્શન કરીને ઢાકા-ખુલના હાઈવે બંધ કરી દીધો હતો. માહિતી મળતાં જ સેનાનું વાહન ત્યાં પહોંચ્યું અને પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવા અને વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી. પરંતુ ટોળાએ તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું.
હાઈલાઈટ્સ :
- બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો ,15 લોકો ઘાયલ
- અવામી લીગના હજારો કાર્યકરો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીની માંગ કરી રહ્યા છે
- હિન્દુ પરિવારોના ઘરો અને મંદિરો પર હુમલા કર્યા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.પહેલા આરક્ષણ ખતમ કરવાના મુદ્દે એવી આગ ભડકી કે દેશમાં બળવો થયો.ત્યાંના વડાપ્રધાને પણ પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.હવે વચગાળાની સરકાર બન્યા પછી પણ હિંસાની આગ શમી નથી.બાંગ્લાદેશમાં સામાન્ય જનતા,અધિકારીઓ અને સેના પણ સુરક્ષિત નથી. હવે બાંગ્લાદેશના ગોપાલગંજ વિસ્તારમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત 15 લોકો ઘાયલ થયા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અવામી લીગના હજારો કાર્યકરો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. આ માટે તેઓએ પ્રદર્શન કરીને ઢાકા-ખુલના હાઈવે બંધ કરી દીધો હતો. માહિતી મળતાં જ સેનાનું વાહન ત્યાં પહોંચ્યું અને પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવા અને વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી. પરંતુ ટોળાએ તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું,બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો. તેના જવાબમાં દેખાવકારોએ સેનાના વાહનમાં તોડફોડ કરી તેને આગ ચાંપી દીધી હતી.
હિન્દુ પરિવારો પર પણ હુમલા
બાંગ્લાદેશમાં લઘુમતી લોકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હિંદુ લોકોને મારવામાં આવે છે. તેમના ઘરો અને મંદિરોને આગ લગાડવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશના 53 જિલ્લામાં બદમાશોએ 205 ઘટનાઓને અંજામ આપ્યો હતો. બાંગ્લાદેશમાં હિંદુઓ ભયના છાયામાં જીવી રહ્યા છે.વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે શનિવારે હિંસાગ્રસ્ત લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે લઘુમતીઓ પરના હુમલાઓને જઘન્ય ગણાવ્યા અને તમામ યુવાનોને હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી.
જ્યારે બાંગ્લાદેશમાં, અત્યાચારનો ભોગ બનેલા હિંદુ પરિવારો ભારતમાં આશરો લેવા સરહદો પર એકઠા થયા છે. પરંતુ આસામ અને પશ્ચિમ બંગાળ બોર્ડર પર ભારતીય સેના અને પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જેથી કરીને કોઈપણ બાંગ્લાદેશી નાગરિક ભારતમાં ગેરકાયદે પ્રવેશ ન કરી શકે.