હાઈલાઈટ્સ :
- કોલકાતા મહિલા ડોક્ટર દુશ્કર્મ અને હત્યાનો મામલો
- સુપ્રીમ કોર્ટે કેસનુ સ્વત: સંજ્ઞાન લીધુ,મંગળવારે સુનાવણી
- ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સહિત બે જજ કરશે સુનાવણી
- ડીવાય ચંદ્રચુડ,જસ્ટિસ જે.બી.પારડીવાલા,મનોજ મિશ્રાની બેંચ
- સુપ્રીમ કોર્ટની બેંચ કેસની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરશે
- સ્મગ્ર કેસમા ન્યાયની માંગ સાથે દેશભરમાં ડોક્ટરો છેહડતાળ પર
સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટરની દુશ્કર્મ અને હત્યાના મામલે સ્વત: સંજ્ઞાન લીધુ છે.ભારતના મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જ.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચ 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે.
જો કે મંગળવારે સુનાવણી માટે નિર્ધારિત કેસોની યાદીમાં તે 66મા નંબરે છે,પરંતુ તેમાં ખાસ ઉલ્લેખ છે કે બેંચ તેની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરશે.
નોંધનિય છે કે 8-9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં 31 વર્ષીય તાલીમાર્થી મહિલા ડોક્ટર મૃત હાલતમાં મળી આવી હતી.જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુશ્કર્મ બાદ હત્યાની પુષ્ટિ થઈ હતી.ત્યારથી ન્યાયની માંગ સાથે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર છે.
હાલ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.CBIની ટીમ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની અંદર અને બહાર 3ડી લેસર મેપિંગની તપાસ કરી રહી છે.ઉચ્ચ ચોકસાઈવાળા 3D લેસર સ્કેનરની મદદથી હોસ્પિટલમાં ડિજિટલ મેપિંગ કરવામાં આવી રહ્યું છે,
RG કાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને CBI દ્વારા સતત ત્રીજા દિવસે બોલાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
SORCE : ઓપ ઈન્ડિયા