જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો..
હાઈલાઈટ્સ :
- CRPFની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો
- ઉધમપુરમાં આંતકવાદી ગતિવિધિઓમાં વધારો
- ઉધમપુર અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ
રક્ષાબંધનના દિવસે પણ આતંકવાદીઓ હુમલો કર્યો. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે CRPF અને પોલીસની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. ત્યારબાદ ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઉધમપુરના ડુડુ વિસ્તારમાં જે પોસ્ટ પર હુમલો થયો તે પોલીસ ચોકીથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. જમ્મુના પહાડી વિસ્તારોમાં આતંકવાદની કમર તોડવા માટે આ પોસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. અગાઉના હુમલાઓને ધ્યાનમાં રાખીને, સરકારે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા અને કડક તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો.