ભારતીય રિઝર્વ બેંક RBI ના ગવર્નર શક્તિકાંત દાસ ત્રણ કેન્દ્રીય બેંકોના ગવર્નરોની યોદીમાં ટોચ પર રહ્યા છે.નોંધનિય છે કે તેઓ સતત બીજી વખત આ પ્રકારે ટોચ પર રહ્યા છે અને તેમને ફરી A+ રેટિંગ પ્રાપ્ત કર્યુ છે.ત્યારે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની ભારોભાર પ્રશંસા કરી છે.
હાઈલાઈટ્સ :
- RBI ગવર્નર શક્તિકાંત દાસને મોટુ સન્માન મળ્યું
- RBI ગવર્નર શક્તિકાંત દાસ બીજા વર્ષે પણ નંબર વન પર રહ્યા
અત્રે ઉલ્લેખનિય છે કે ગ્લોબલ ફઈનાન્સ મેંગેઝિનન અનુસાર ફુગાવા નિયંત્રણ,આર્થિક વૃદ્ધીના લક્ષ્ય,ચલણની સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનમા સફળતા માટે A થી F ના સ્કેલ પર ગ્રેડ આપવામા આવે છે.અને તેમાં US ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાફ્ટ 2024 માં RBI ગવર્નર શક્તિકાંત દાસને A+ રેટિગ અપાયુ છે.
ગ્રેડ A શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામા આવે છે,તો વળી ગ્રેડ F પૂર્ણ નિષ્ફળતા અપાય છે.ત્યારે ભારતના શક્તિકાંત દાસની સાથે સાથે સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને સેન્ટ્રલ બેંકર્સનુ A+ રેટિંગ આપવામાં આવ્યુ છે.ગ્લોબલ ફાઈનાન્સનું વાર્ષિક સેન્ટ્રલ બેન્કર્સ રિપોર્ટ કાર્ડ એવા બેંકર્સનું સન્માન કરે છે જેમની વ્યૂહરચના ,મૌલિકતા,સ્રર્જનાત્મકતા અને મક્કમતા દ્વારા તેમને સાથીદારો પાછળ રાખી દેછે.
ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા 1994 થી વાર્ષિક ધોરણે પ્રકાશિત થયેલ સેન્ટ્રલ બેન્કર્સ રિપોર્ટ કાર્ડ, યુરોપિયન યુનિયન, પૂર્વી કેરેબિયન સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ સેન્ટ્રલ આફ્રિકન સ્ટેટ્સ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ધ બેન્ક સહિત લગભગ 100 દેશો, પ્રદેશો અને જિલ્લાઓના મધ્યસ્થ બેન્ક ગવર્નરોને ગ્રેડ આપે છે. પશ્ચિમ આફ્રિકન રાજ્યો જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને કેન્દ્રીય બેન્કર્સના વૈશ્વિક રેન્કિંગમાં ટોચનું રેટિંગ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. PM એ RBI ગવર્નરને તેમના નેતૃત્વને માન્યતા આપવા બદલ પ્રશંસા કરી. “આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને આ સિદ્ધિ માટે અભિનંદન, અને તે પણ બીજી વખત. આ RBIમાં તેમના નેતૃત્વ અને આર્થિક વૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તરફના તેમના કાર્યની માન્યતા છે,” તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું.