SITહાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટે યુરોપના પોલેન્ડની મુલાકાતે
- PM મોદીએ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું PMની મુલાકાતને આવકારીને ટ્વિટ
- “વડાપ્રધાનની મુલાકાત ભારત-પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે”
- “ભારત-પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી”
- ” વિકાસ ભી,વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે.જે દરમિયાન વડાપ્રધાને પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी पोलैंड की अपनी दो दिवसीय आधिकारिक यात्रा के दौरान वारसॉ में मोंटे कैसिनो की लड़ाई के स्मारक पर पुष्पांजलि अर्पित करते हुए।
मोंटे कैसिनो की लड़ाई द्वितीय विश्व युद्ध में 11 मई से 18 मई, 1944 तक लड़ी गई थी। पोलिश सेना को भारी नुकसान उठाना पड़ा,… pic.twitter.com/7vtBB8CZxU
— ANI_HindiNews (@AHindinews) August 21, 2024
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે,ગુજરાતના નવા નગરના જામસાહેબ ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.તો વળી વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.
આ ઉપરાંત રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત
– ” વિકાસ ભી ,વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું.
વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત,પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.ઋષિકેશ પટેલે જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું .આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન,શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી.વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામસાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા.જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.
SORCE :