હાઈલાઈટ્સ
- ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
- રાજ્યના 244 તાલુકામાં સાર્વત્રિક વરસાદ
- નવસારીના ખેરગામમાં જળબંબાકાર
- સૌથી વધુ ખેરગામમાં 14 ઈંચ વરસાદ
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
🔸નવસારી
🔸પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા
🔸પૂર્ણા નદીની સપાટી 24 ફૂટને પાર pic.twitter.com/glwmJWU0V1
— DD News Gujarati (@DDNewsGujarati) August 25, 2024
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની હાલત ખુબ જ ખરાબ છે
ઉપરવાસમાં તથા નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે કાવેરી નદીમાં જળસપાટી વધી છે.
આજરોજ વાઘરેચ ટાઈડલ ડેમની ચાલી રહેલ કામગીરીની સ્થળ મુલાકાત લઈને વધતા જળસ્તરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું તથા આગામી પરિસ્થિતિઓ અંગે અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. pic.twitter.com/FATjZFzqLz
— Naresh Patel (@NareshPatelBJP) August 25, 2024
હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ડાંગના આહવા વિસ્તારમાં પણ 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.
છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. હવામાન ખાતાના ડેટા અનુસાર 75 તાલુકામાં 3 ઈંચ અને 113 તાલુકામાં 2થી વધુ ઈંચ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં સરેરાશ 1 ઈંચ જેટલો વધાર વરસાદ નોંધાયો છે. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત કપરાડામાં 10.5 ઈંચ, 10 ઈંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઈંચ, ડેડિયાપાડામાં 9.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.