હાઈલાઈટ્સ
- બંગાળમા ઉભી થયેલી વરસાદી સિસ્ટમ હવે ડિપ ડિપ્રેશનમા ફેરવાઈ ગુજરાતમાં પ્રવેશી
- વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
- ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિનો તોગ મેળવી જરૂરી સૂચનો કર્યા
- સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ થયો
- રાજ્યના 206 જળાશયોમાંથી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો
- રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ
બંગાળમા ઉભી થયેલી વરસાદી સિસ્ટમ હવે ડિપ ડિપ્રેશનમા ફેરવાઈ ગુજરાતમાં પ્રવેશી છે.જેને લઈ હાલ ગુજરાતમા સુસવાટા મારતા પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.જેન્ લઈ ઠેર ઠેર જળભરાવને કારણે લોકો મુશ્કરેલીનો સામનો કરી રહ્યા છે.તે વચ્ચે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પરિસ્થિતિનો તોગ મળવ્યો હતો અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
બંગાળની ખાડીમા વરસાદી સિસ્ટમ બનતા તેની સિઘી અસર રાજસ્થાન અને ગુજરાત પર પડી હતી.અને છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમા સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.ક્યાંક મધ્યમ,ક્યાંક ભારે તો વળી ક્યાંક અતિભારે વરસાદ પડ્યો છે. જેને લઈ રાજ્યના અનેક શહેરો પાણીમા ગરકાવ જોવા મળે છે.મહત્વની વાત તો એ છે કે તેમાં મેગાસિટી અમદાવાદ પણ બાકાત નથી.ભારે વરસાદને કારણે અમદાવાદમા અનેક વિસ્તારોમા પાણી ભરાયા છે.તો સાથે જ ગાંધીનગર,વડોદરા અને રાજકોટની પણ એવી સ્થિતિ છે.સુરત સહિત જિલ્લાના વિસ્તારોમા પણ જનજીવન ખોરવાયુ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનોતા તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.મુખ્યમંત્રીગત રોજ સોમવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.
તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરશ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું..તો પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા ની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી.આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.
રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે,જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.જે અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. તો 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે,તથા 09 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના88.74 ટકા એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.
મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને,માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી 6977 ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 વીજપોલ રીપેર કરી દેવાયા છે.
મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ,માટી,કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા 523 જેટલા માર્ગો બંધ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી. હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી,વલસાડ,ડાંગ,પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી.
તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યુ હતુ. મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.