હાઈલાઈટ્સ
- આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
- RSS ના વડા મોહન ભાગવતને Z+ ની અદ્યતન સ્તરની સુરક્ષા મળશે
- હેલિકોપ્ટર મુસાફરીની પરવાનગી ફક્ત ખાસ ડિઝાઇન કરેલા હેલિકોપ્ટરમાં જ આપવામાં આવશે
- RSS ના વડા મોહન ભાગવતને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો સહિત ઘણા સંગઠનોના નિશાના પર માનવામાં આવે છે
ASL હેઠળ, સંરક્ષિત વ્યક્તિની સુરક્ષા સાથે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની સંડોવણી ફરજિયાત છે. સૂત્રોએ જણાવ્યું કે તેમાં બહુ-સ્તરીય સુરક્ષા કોર્ડન સામેલ છે. હેલિકોપ્ટર મુસાફરીની પરવાનગી ફક્ત ખાસ ડિઝાઇન કરેલા હેલિકોપ્ટરમાં જ આપવામાં આવશે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા શ્રેણી Z Pl થી વધારીને એડવાન્સ સિક્યોરિટી લાયઝન (ASL) કરવામાં આવી છે. તેમની સુરક્ષા વ્યવસ્થા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જેમ જ કરવામાં આવશે. આ સંદર્ભે તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે બિન-ભાજપ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં શિથિલતા જોવા મળી છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ગૃહ મંત્રાલયને ટાંકીને પોતાના એક અહેવાલમાં આ વાત કહી છે. જણાવી દઈએ કે ભાગવતની ઝેડ-પ્લસ સુરક્ષામાં CISFના ડેપ્યુટેશન પર અધિકારીઓ અને ગાર્ડ્સ સામેલ હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરએસએસ વડાને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો સહિત ઘણા સંગઠનોના નિશાના પર માનવામાં આવે છે. તેમની વધતી ધમકીઓ અને વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીને પગલે ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને “ASL પ્રોટેક્ટેડ પર્સન” તરીકે જાહેર કર્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપગ્રેડ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.