હાઈલાઈટ્સ :
- કોલકાતા મહિલા ડોક્ટર દુશ્કર્મ-હત્યા કેસથી લોકોમાં રોષ
- કોલકાતા રેપ-મર્ડર કાંડને લઈ છલકાયુ રાષ્ટ્રપતિજીનું દર્દ
- દ્રૌપદી મુર્મૂનું મહિલાઓ પરના અત્યાચાર અંગે આકરુ નિવેદન
- “હું આ ઘટનાથી ખૂબ જ નિરાશ અને ભયભિત છુ.” : રાષ્ટ્રપતિ
- “બસ હવે બહુ થયુ મહિલાઓ પર થતા અપરાધને લઈ વ્યથિત છુ”
કોલકાતા આરજી કાર મેડિકલ કોલેજના મહિલા ડોક્ટર સાથે દુશ્કર્મ-હત્યા કાંડને લઈ દેશભરમા ખૂબ જ રોષ છે.ત્યારે હવે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું હ્દય પણ છલકાયુ છે.અને તેમના દિલમાંથી જાણે કે દર્દ છલકાઈ ગયુ અને આ સમગ્ર મામલે આકરુ નિવેદન આપ્યુ છે.
આકરુ નિવેદન આપતા રાષ્ટ્રપતિએ કહ્યુ કે “હું આ ઘટનાથી ખૂબ જ નિરાશ અને ભયભિત છુ.” તેમણે વધુ સખત નિવેદન આપતા કહ્યુ કે “બસ હવે બહુ થયુ તેઓ મહિલાઓ પર થતા અપરાધને લઈ વ્યથિત છે.”
– સમાજ ખૂદને કરે આકરા સવાલ : રાષ્ટ્રપતિ મુર્મૂ
એટલુ જ નહી પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યુ કે સમાજ ખૂદ પોતાને સવાલ કરે તેમણે કહ્યુ કે સમાજે ઈમાનદાર,પૂર્વગ્રહરહિત આત્માવલોકનની જરૂર છે અને પોતાનાથી જ આકરા સવાલ પૂછવાની આવશ્યકતા છે.રાષ્ટ્રપતિએ કહ્યુ કે કોઈ પણ સભ્ય સમાજ બહેન-દિકરીઓ પર આ પ્રકાના અત્યાચારોની અનુમતિ ન આપી શકે.
– વિકૃતિથી વ્યાપક રીતે લડવુ પડશે : રાષ્ટ્રપતિ મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યુ કે કેટલાક નિંદનિય માનસિકતા વાળા લોકો મહિલાઓને ઓછી માનસિકતા વાળી,અબળા,ઓછી સક્ષમ અને ઓછી બુદ્ધીશાળીના રૂપમાં જુએ છે. તેમણે કહ્યુ કે નિર્ભયા કેસ બાદ 12 વર્ષમાં સમાજ દ્વારા અગણિત દુશ્કર્મને ભૂલાવી દીધા છે.લાકોની આ ભૂલવાની આદત ધૃણાસ્પદ છે.રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યુ કે ઈતિહાસ નો સામનો કરવાથી ડરવાવાળો સમાજ સામૂહિક ભૂલવાની બિમારીનો સહારો લે છે.ત્યારે હવે સમય આવી ગયો છે,કે ભારત ઈતિહાસનો સામનો કરે અને આવી વિકૃત સામે વ્યાપક રીતે વિકૃતિ સાથે વ્યાપક રીતે વ્યવહાર થવો જોઈએ અને ત્યારે જ તેના પર અંકુશ લગાવી શકાય તેમ છે.