હાઈલાઈટ્સ
- કુપવાડામાં એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
- LOCમાં ઘૂસણખોરીનો પ્રયાસ
- મચ્છલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું
ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બુધવારે મધ્યરાત્રિએ મચ્છલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરીની એક ઘટના સામે આવી છે, જેમાં સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવી દીધી છે. મળતી માહિતી મુજબ આ અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. સેનાના પ્રવક્તાએ આજે સવારે આ જાણકારી આપી.
આ પ્રવક્તાએ કહ્યું કે સંભવિત ઘૂસણખોરી અંગેની ગુપ્તચર માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા બુધવારે મધરાતે મચ્છલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખરાબ હવામાન હોવા છતાં સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા જવાની શક્યતા છે. આ સિવાય તંગધારમાં પણ આવી જ કાર્યવાહી દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હોવાની આશંકા છે. પ્રવક્તાએ કહ્યું કે બંને જગ્યાએ અભિયાન ચાલી રહ્યું છે.
જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં એક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં આતંકવાદીઓએ તેમના ષડયંત્રને અંજામ આપવાનું શરૂ કરી દીધું છે.