હાઈલાઈટ્સ
- અમે 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને ખતમ કરીશું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- મોદી સરકાર બસ્તરના 4 જિલ્લાઓને છોડીને સમગ્ર દેશમાં નક્સલવાદને ખતમ કરવામાં સફળ : અમિત શાહ
- અમિત શાહ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા પીડિતોને મળ્યા હતા
શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર બસ્તરના 4 જિલ્લાઓને છોડીને સમગ્ર દેશમાં નક્સલવાદને ખતમ કરવામાં સફળ રહી છે. આ દેશમાંથી નક્સલવાદને અંતિમ વિદાય આપવા માટે 31 માર્ચ, 2026ની તારીખ નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શુક્રવારે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા પીડિતોને મળ્યા હતા. છત્તીસગઢના ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાંથી હિંસાથી પ્રભાવિત 55 લોકો બસ્તર શાંતિ સમિતિના નેજા હેઠળ કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળ્યા હતા.
નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા આ પીડિતો તેમના માનવાધિકાર માટે લડી રહ્યા છે. તેમની વેદના જોઈને મારું હૃદય ખૂબ વ્યથિત છે.
#WATCH | Union Home Minister Amit Shah says, "We will uproot Naxalism and the idea of Naxalism from this country and establish peace…The Narendra Modi government has been successful in ending Naxalism in the entire country except for 4 districts of Bastar. The date of… https://t.co/fvlyVxH52u pic.twitter.com/xlyxTFgG67
— ANI (@ANI) September 20, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “અમે આ દેશમાંથી નક્સલવાદ અને નક્સલવાદના વિચારને જડમૂળથી ઉખાડી નાખીશું અને શાંતિ સ્થાપીશું. શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર બસ્તરના 4 જિલ્લાઓને છોડીને સમગ્ર દેશમાં નક્સલવાદને ખતમ કરવામાં સફળ રહી છે. આ દેશમાંથી નક્સલવાદને અંતિમ વિદાય આપવા માટે 31 માર્ચ, 2026ની તારીખ નક્કી કરવામાં આવી છે. હું તમને ખાતરી આપું છું કે તે પહેલા નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે.
અમિત શાહે નક્સલવાદીઓને અપીલ કરી હતી કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે અને હથિયારોનો માર્ગ છોડી દે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ હથિયાર છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તમારું પણ સ્વાગત છે પરંતુ જો એવું નહીં થાય તો અમે તેની સામે અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળ પણ થઈશું.