હાઈલાઈટ્સ
- પીએમ મોદીએ UNમાં સમિટ ફોર ફ્યુચરમાં આવેલા વિશ્વભરના નેતાઓને સંબોધિત કર્યા
- પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં ‘સમિટ ઑફ ફ્યુચર’માં આતંકવાદ પર પણ વાત કરી
- પીએમએ કહ્યું કે આતંકવાદ વિશ્વભરની શાંતિ માટે ગંભીર ખતરો છે
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં ‘સમિટ ઑફ ફ્યુચર’માં આતંકવાદ પર પણ વાત કરી હતી. પીએમએ કહ્યું કે આતંકવાદ વિશ્વભરની શાંતિ માટે ગંભીર ખતરો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ફોર ફ્યુચરમાં આવેલા વિશ્વભરના નેતાઓને સંબોધિત કર્યા. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે માનવતાની સફળતા સામૂહિક શક્તિમાં રહેલી છે. યુદ્ધના મેદાનમાં નહીં. પીએમે વધુમાં કહ્યું કે જ્યારે વિશ્વના ભવિષ્યની ચર્ચા થઈ રહી છે ત્યારે ‘માનવ-કેન્દ્રિત અભિગમ’ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. ટકાઉ વિકાસને પ્રાધાન્ય આપતી વખતે, પીએમ મોદીએ માનવ કલ્યાણ, ખોરાક અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં ‘સમિટ ઑફ ફ્યુચર’માં આતંકવાદ પર પણ વાત કરી હતી. પીએમએ કહ્યું કે આતંકવાદ વિશ્વભરની શાંતિ માટે ગંભીર ખતરો છે. એટલું જ નહીં સાયબર, મેરીટાઇમ અને સ્પેસ જેવા ક્ષેત્રોમાં સંઘર્ષના નવા મોરચા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ મેળવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદનો અધિકાર છે, કારણ કે 15 દેશોની સુરક્ષા પરિષદમાં સુધારા માટે જે પણ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં ભારત સૌથી આગળ રહ્યું છે.
PM એ કહ્યું કે હમણાં જ વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં લોકોએ મને ત્રીજી વખત તેમની સેવા કરવા માટે ચૂંટ્યો છે. હું અહીં 1.4 અબજ ભારતીયો અને માનવતાના છઠ્ઠા ભાગનો અવાજ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. પીએમએ કહ્યું કે અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ટકાઉ વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ.