હાઈલાઈટ્સ
- મહિલા T20 World Cup ની આજે ભારતની પ્રથમ મેચ
- મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યુઝીલેન્ડ આજે સામ-સામે ટકરાશે
- બંને ટીમો વચ્ચેની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
- ટીમ ઈન્ડિયાની સાથે ન્યુઝીલેન્ડ પણ આજે વર્લ્ડ કપમાં ડેબ્યુ કરવા જઈ રહ્યું છે
- ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7:30 વાગ્યે દુબઈમાં મેચ શરૂ થશે
IND vs NZ Womens T20 World Cup: શુક્રવાર, ઑક્ટોબર 4 ના રોજ મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ હશે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ મહિલા T20 વર્લ્ડ કપની ચોથી મેચ છે. ટીમ ઈન્ડિયાની સાથે ન્યુઝીલેન્ડ પણ આજે વર્લ્ડ કપમાં ડેબ્યુ કરવા જઈ રહ્યું છે. એટલે કે ટીમ ઈન્ડિયા સાથે ન્યુઝીલેન્ડ આજે પોતાની પ્રથમ મેચ રમશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટીલ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ, દયાલન હેમલથા, એસ સજ્જા, યાજા, એસ. શોભના.
મહિલા T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમ
સુઝી બેટ્સ, એમેલિયા કેર, સોફી ડેવાઇન (સી), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેઝ (ડબલ્યુકે), હેન્નાહ રો, રોઝમેરી મેર, એડન કાર્સન, ફ્રેન જોનાસ, લી તાહુહુ, લેહ કેસ્પરેક, જેસ કેર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર .