હાઈલાઈટ્સ
- પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ખીણમાં બસ ખાબકી
- અકસ્માતમાં 9 લોકોના મોત અને 50 લોકો ઘાયલ
- મૃતકોમાં ત્રણ બાળકો અને એક મહિલા છે
બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના વેસ્ટર્ન બાયપાસ પાસે ગુરુવારે એક બસ ખાઈમાં પડતાં 9 લોકોનાં મોત થયાં હતાં અને 50થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના વેસ્ટર્ન બાયપાસ પાસે ગુરુવારે એક બસ ખાઈમાં પડી જતાં નવ લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.
ડોન અખબારના સમાચાર મુજબ બસમાં મુસાફરી કરી રહેલા લોકો લગ્ન સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. પોલીસ અને બચાવકર્મીઓએ દુર્ઘટનાગ્રસ્ત બસના કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સિવિલ હોસ્પિટલના પ્રવક્તા ડોક્ટર વસીમ બેગે જણાવ્યું કે, 9 મૃતદેહો અને 30 ઘાયલ મુસાફરોને તેમની પાસે લાવવામાં આવ્યા હતા. ઘાયલો પૈકી પાંચની હાલત ગંભીર છે.
મૃતકોમાંથી સાતની ઓળખ ઝીનત, ઝાંઝીબાર, સફિયા, આલિયા, બીબી આલિયા, નસીબુલ્લાહ અને હાજી નકીબુલ્લાહ તરીકે થઈ છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.