હાઈલાઈટ્સ
- મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી
- બોમ્બ હોવાની ધમકી આપવામાં આવ્યા બાદ આજે ખળભળાટ મચી ગયો
- પ્લેનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) પર લેન્ડ કરવામાં આવ્યું હતુ
અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને તપાસ ચાલુ છે. મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મુંબઈથી ન્યુયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવ્યા બાદ આજે ખળભળાટ મચી ગયો છે. આ વિમાનને દિલ્હી મોકલવામાં આવ્યું હતું. પ્લેનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) પર લેન્ડ કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને તપાસ ચાલુ છે. મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સહકારની વિનંતી કરી અને કહ્યું કે લોકોએ વણચકાસાયેલ માહિતી ફેલાવવાનું ટાળવું જોઈએ.