હાઈલાઈટ્સ
- RAWના એક પૂર્વ અધિકારી પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
- RAW અધિકારી વિકાસ યાદવ પર હત્યાના કાવતરા અને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો હતો
- અમેરિકાએ RAW અધિકારી વિકાસ યાદવ પર પન્નુની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે
અમેરિકી ન્યાય વિભાગે કહ્યું કે વિકાસ યાદવ ફરાર છે. તેના સહ કાવતરાખોર નિખિલ ગુપ્તાની ગયા વર્ષે પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને પ્રત્યાર્પણ બાદ યુએસ જેલમાં રાખવામાં આવ્યો છે.
RAWના એક પૂર્વ અધિકારી પર અમેરિકામાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ કેસમાં, ફેડરલ પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્કની કોર્ટમાં ભારતીય RAW અધિકારી વિકાસ યાદવ પર હત્યાના કાવતરા અને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો હતો. અમેરિકી ન્યાય વિભાગે કહ્યું કે વિકાસ યાદવ ફરાર છે. તેના સહ કાવતરાખોર નિખિલ ગુપ્તાની ગયા વર્ષે પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને પ્રત્યાર્પણ બાદ યુએસ જેલમાં રાખવામાં આવ્યો છે.
વિકાસ યાદવ અગાઉ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકળાયેલા હતા. અમેરિકાએ તેના પર પન્નુની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેમના પર હત્યાનો પ્રયાસ અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. વિકાસ યાદવ પર પન્નુની હત્યા કરવા માટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને નોકરી પર રાખવાનો આરોપ છે. આરોપમાં વર્ણવવામાં આવ્યું છે કે કેવી રીતે RAW એજન્ટ વિકાસ યાદવે પન્નુની હત્યાનું કાવતરું ઘડવા નિખિલ ગુપ્તાને રાખ્યો હતો. વિકાસ યાદવ હાલમાં ભારતમાં છે પરંતુ યુએસ સત્તાવાળાઓ તેના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.
નિખિલ ગુપ્તાની ગયા વર્ષે જૂનમાં પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જોકે નિખિલે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો.
એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક નિવેદનમાં કહ્યું કે, એફબીઆઈ અમેરિકામાં રહેતા લોકો વિરુદ્ધ હિંસા સહન કરશે નહીં. તેમના કહેવા પ્રમાણે, આ કાવતરું કથિત રીતે મે 2023માં શરૂ થયું હતું અને તે સમયે વિકાસ યાદવે કથિત રીતે હત્યા માટે ભારત અને વિદેશમાં રહેતા લોકોને મદદ કરી હતી. તેમનું નિશાન ગુરપતવંત સિંહ પન્નુ હતા.
આ પહેલા અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે બુધવારે આ મામલાની તપાસ અંગે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ભારતના સહયોગથી સંતુષ્ટ છીએ. તે એક સતત પ્રક્રિયા છે. અમે સહકારની કદર કરીએ છીએ.