હાઈલાઈટ્સ
- મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો
- ગોળીબાર બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા
- આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી
ગોળીબાર બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં તણાવ છે.
ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં બે જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જો કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મણિપુર પોલીસે આજે જણાવ્યું હતું કે ગુરુવારે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોટરુક ગામમાં બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો.
જ્યાં એક તરફ મીટી અને કુકી ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, તો બીજી તરફ બંને વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે સશસ્ત્ર હુમલાખોરોએ કાંગપોકપી જિલ્લાની તળેટીમાં સ્થિત કોટ્રુક ગામ પર હુમલો કર્યો, જેના પગલે ગામના સ્વયંસેવકોએ જવાબી કાર્યવાહી કરી.
ગોળીબાર બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં તણાવ છે.