હેડલાઈન :
- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 2024ની ગણાતી ઘડીઓ
- અમેરિકામાં નજીક આવી ગયો આતૂરતાનો અંત
- કમલા હેરિસ-ટ્રમ્પ માટે નજીક આવી કસોટીની ક્ષણ
- અમેરિકામાં ચાર વર્ષની દિશા નક્કી કરવા પ્રતીક્ષિત ક્ષણ
- આ ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો વચ્ચે મહત્વનો મુકાબલો
- તમિલનાડુના તુલસેન્દ્રપુરમ ગામમાં ખાસ ઉત્સાહ સાથે ઉત્તેજના
અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ કોણ હશે કમલા હેરિસ કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ ? આગામી ચાર વર્ષની દિશા નક્કી કરવા અમેરિકામાં હવે આતૂરતાનો અંત આવી જશે.આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મંગળવારે મતદાન શરૂ થશે.
– US માં આખરે આતૂરતાનો અંત
અમેરિકામાં આગામી ચાર વર્ષની દિશા નક્કી કરવા માટે પ્રતીક્ષિત હવે ક્ષણ ખૂબ જ નજીક આવી ગઈ છે.જી હા આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મંગળવારે અહીં મતદાન શરૂ થશે.જેમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોણ વ્હાઇટ હાઉસ પહોંચશે તે અંગે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે અમેરિકન મતદારો તેમનું આગામી નેતૃત્વ કોને સોંપે છે.
– કોના-કોના વચ્ચે સિધો ચૂંટણી જંગ
નોંધનિય છે કે આ ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારોમાં મહત્વનો મુકાબલો ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે.ચૂંટણીની પૂર્વસંધ્યાએ,ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો હેરિસ જીતશે તો ત્રીજા વિશ્વયુદ્ધનો ભય છે. તો બીજી તરફ પ્રચારની અંતિમ ક્ષણોમાં હેરિસે અશ્વેત અને આરબ મૂળના મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો.અમેરિકામાં 60 વર્ષિય કમલા હેરિસ અને 78 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિધી સ્પર્ધા છે.તોવળી મતદાનની નિર્ધારિત તારીખ પહેલા 7.7 કરોડ મતદારોએ વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા મતદાન કર્યું છે.
– ભારતમાં આ ચૂંટણી પર કેમ ઉત્તેજના ?
‘નવી દિલ્હી’ પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યું છે.ભારતના તમિલનાડુના તુલસેન્દ્રપુરમ ગામમાં ખાસ ઉત્સાહ સાથે ઉત્તેજના જોવા મળે છે. તેથી ગામને કમલા હેરિસના પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે.કારણ કે તુલસેન્દ્રપુરમ કમલા હેરિસના દાદા પી.વી.ગોપાલનનું મૂળ ગામ છે.હેરિસની માતા શ્યામલા દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા હતા.હેરિસ ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં ઉછર્યા હતા.આમ કમલા એ મૂળ ભારતીય હોવાના નાતે આપણા ભારતમાં પણ આ ચૂંટણી જંગને લઈ ઉત્તેજના જોવા મળી રહી છે.
SORCE : પાંચજન્ય