હેડલાઈન :
- અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી 2024નું પરિણામ સ્પષ્ટ થયુ
- રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પની જીત થયાનો સ્થાનિક મીડિયાનો દાવો
- US ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતીનો આંકડો 277ને પાર કર્યો
- મતદારોનો આભાર માનતા ટ્રમ્પે કહ્યું ઇતિહાસની મોટી રાજકીય ક્ષણ
- આગામી ચાર વર્ષ અમેરિકા માટે સુવર્ણકાળ બની રહેશે : ડોનાલ્ડ ટ્રમ્પ
- PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જીત બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા
અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી 24 રાજ્યો જીતવામાં સફળ રહ્યા છે.જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે અત્યાર સુધી 17 રાજ્યોમાં જીત મેળવી છે.
https://twitter.com/AHindinews/status/1854079466773053642
અમેરિકામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે જાહેરાત કરી છે કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ ચૂંટણી જીતી લીધી છે.ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતીનો આંકડો 277ને પાર કરી લીધો છે.જ્યારે કમલા હેરિસ 226 વોટ પર છે.35ના પરિણામ આવવાના બાકી છે.કહેવામાં આવી રહ્યું છે કે અહીં પણ ટ્રમ્પ આગળ છે.
https://twitter.com/AHindinews/status/1854071324911730866
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને નેતાઓનું સંપૂર્ણ ધ્યાન 7 સ્વિંગ રાજ્યો પર હતું,જે તમામમાં ટ્રમ્પ આગળ છે. ઉલ્લેખનિય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આમાંથી બેમાં જીત્યા છે.અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે તેમના સમર્થકોમાં છે.આ દરમિયાન તેમણે પોતાના તમામ મતદારોનો આભાર માન્યો હતો.ટ્રમ્પે કહ્યું કે આ ઇતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે.
https://twitter.com/AHindinews/status/1854070678271791379
ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ સ્ટેટના મતદારોનો પણ આભાર માન્યો હતો.તેમણે કહ્યું કે હું તારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ.સ્વિંગ રાજ્યોના મતદારોએ પણ અમને ટેકો આપ્યો હતો.આગામી ચાર વર્ષ અમેરિકા માટે સુવર્ણકાળ રહેશે. અમને જનતા તરફથી ખૂબ જ મજબૂત જનાદેશ મળ્યો છે.ટ્રમ્પે કહ્યું કે આજથી પહેલા આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી.અમે અમારી સરહદ મજબૂત કરીશું.દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરશે.
નોંધનિય છે કે ચાર વર્ષમાં પહેલીવાર રિપબ્લિકન પાર્ટીને યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં બહુમતી મળી છે.ગૃહમાં રિપબ્લિકન પાર્ટીના 51 અને ડેમોક્રેટ પાર્ટીના 49 સાંસદો છે.
https://twitter.com/AHindinews/status/1854079314700210485
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું,કે “મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક અભિનંદન. તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ ધપાવી રહ્યા છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક સહકારને નવીકરણ કરવા માટે અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આતુર છું.”
SORCE :