હેડલાઈન :
- Q2માં દેશની આર્થિક પ્રગતિ ધીમી પડવાના અણસાર
- Q2માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો SBI નો અંદાજ
- નાણાકિય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર-2માં GDP ઘટવા અંદાજ
- RBI એ બીજા ક્વાર્ટર માટે વાસ્તવિક GDP 7 ટકાનો અંદાજ મૂક્યો
- એપ્રિલ-જૂન સમયગાળામાં વાસ્તવિક GDPમાં 6.7 ટકાનો વધારો થયો
- ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક
નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની પ્રગતિની ગતિ ધીમી પડશે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું, GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે.જોકે રિઝર્વ બેંક એફ ઈન્ડિયાએ GDP વૃદ્ધિદર 7 ટકાનો મૂક્યો છે.
દેશના મોટા ગણાતા ધિરાણકર્તા SBIના આર્થિક બાબતના નિષ્ણાંતોએ આ નાણાકિય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Q2 વાસ્તવિક GDP વૃદ્ધિદર વધુ ધિમી પડી 6.5 ટકા સુધી ઘટાડાનો અંદાજ લગાવે છે.નોંધનિય છે કે એપ્રિલ-જૂન સમયગાળામાં વાસ્તવિક GDPમાં 6.7 ટકાનો વધારો થયો હતો.જે 15 ત્રિમાસિક ગાળામાં સૌથી નિચો હતો.જેથી વિશ્લેષકોએ નાણાકીય વર્ષ માટે 7 ટકાથી નિચે વૃદ્ધિ અંગેની અપેક્ષાઓ સુધારી ત્યારે કેટલાકને આશ્ચર્ય પણ થયુ કે શું ભારત ચક્રિય વૃદ્ધિ મંદી છે ?
31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં, તે અનુમાન કરતા 8.2 ટકા વધુના દરે વધ્યો છે.આ જોતાં મોટા ભાગના નિષ્ણાતોને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પણ અર્થવ્યવસ્થા મજબૂત થતી રહેશે.
– દેશના GDP ને લઈ RBI નો અંદાજ
જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટર એટલે જુલાઈ-સપ્ટેમ્બરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP વૃદ્ધિ દર ધીમો પડીને 6.5 ટકા થઈ જશે.જોકે,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ બીજા ક્વાર્ટર માટે વાસ્તવિક GDP 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
– SBI અર્થશાત્રીઓનું GDP માં 6.5 ટકાનું અનુમાન
સ્ટેટ બેંકના સંશોધન વિભાગે બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે,”ઘરેલું અર્થતંત્ર પર થોડું દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.”રિપોર્ટમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP લગભગ 6.5 ટકા વધવાની અપેક્ષા છે, જેને ત્રીજા અને ચોથા ક્વાર્ટરના આંકડાઓ સાથે જોડીને ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે એકંદર GDP વૃદ્ધિ દર 7 ટકાની નજીક લાવે છે.
SBIના ગૃપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે દેશના આર્થિક વિકાસ દર અંગેની ચિંતા અને તેમાં ઘટાડો થવાની સંભાવના વચ્ચે ઘણા ઉચ્ચ-આવર્તન સૂચકાંકો સૂચવે છે કે એકંદર માંગ સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર 7 ટકાની નજીક પહોંચી જશે.ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
– ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા
31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં અનુમાન કરતા 8.2 ટકા વધુના દરે વધ્યો છે.આ જોતાં મોટા ભાગના નિષ્ણાતોને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પણ અર્થવ્યવસ્થા મજબૂત બનશે.રિઝર્વ બેંકના અંદાજ મુજબ,નાણાકીય વર્ષ 2024-25માં GDP વૃદ્ધિ દર 7.2 ટકા રહેશે.નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ NSO દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં GDP 6.7 ટકા હતો.
SORCE : હિન્દુસ્તાન સમાચાર