હેડલાઈન :
- મણિપુરના જીરીબામમાં CRPFનો મોટી કાર્યવાહી
- CRPF ની કાર્યવાહીમાં 11 કુકી ઉગ્રવાદીઓ માર્યા ગયા
- ઓપરેશન દરમિયાન એક CRPF નો જવાન પણ ઘાયલ
- જીરીબામના બોરોબાકર સબ ડિવીઝન જાકુરધોર-કરોંગમાં કાર્યવાહી
- તણાવ ન વધે તે માટે જીરીબામમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
- મણિપુરની ઇમ્ફાલ ખીણમાં જોવા મળે છે વંશીય સંઘર્ષ
મણિપુરમાં CRPF ની કાર્યવાહીમાં 11 કુકી આતંકવાદીઓ માર્યા ગયા હતા.તો CRPF નો એક જવાન પણ ઘાયલ થયો હતો.બાદ તણાવ ન વધે તે માટે જીરીબામમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
– મણિપુરનમાં ઘણા લાંબા સમયથી ચાલતી હિંસા
ઘણા લાંબા સમય પછી પણ મણિપુરમાં હિંસા અટકકવાનુ નામ લેતી નથી.આ પ્રકારની ઘટનાઓને અંકુશમાં લેવા માટે મણિપુના જીરીબામ જિલ્લામાં બોરોબાકર સબ ડિવીઝનમાં જાકુરધોર કરોંગમાં CRPF જવાનો દ્વારા મોટી કાર્યવાહી કરવામા આવી હતી.જેમાં 11 કુકી ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. તો વળી ઓપરેશન દરમિયાન એક CRPF જવાન ઘાયલ થયો હતો.આ સાથે જ ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી બાદ તણાવ ન વધે અને અફવાહ ન ફેલાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 12 નવેમ્બરને મંગળવારે કર્ફ્યુ લાદવામમાં આવ્યો હતો.
– ઇમ્ફાલ ખીણમાં આ પ્રકારનો વંશીય સંઘર્ષ જોવા મળે
મણિપુરની ઇમ્ફાલ ખીણમાં આ પ્રકારનો વંશીય સંઘર્ષ જોવા મળે છે.આ ઉપરાંત અહીં ઉગ્રવાદીઓ આતંક ફેલાવે છે.ખેતરોમાં સતત કામ કરી રહેલા ખેડૂતોને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે.આતંકવાદીઓના આતંકને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે.સોમવારે ઇમ્ફાલમાં પહાડીઓ પરથી ઉગ્રવાદીઓએ ગોળીબાદ કર્યો હતો જેમાં એક ખેડૂત ઘાયલ થયો હતો.અધિકારીઓ અનુસાર હુમલાને કારણે બહારના વિસ્તારોમાં રહેતા ખેડૂતો ડરી ગયા છે અને તેથી જ તેઓ તેમના ખેતરોમાં જઈ રહ્યા નથી.
– ઈમ્ફાલ ઘાટીમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ
નોંધનિય છે કે ઈમ્ફાલ ઘાટીમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલા વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે.રવિવારે,પહાડીઓના કુકી જૂથોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ચોકીથી મીટર દૂર,મેઇતેઇ જૂથોના પૂર્વી ઇમ્ફાલ ગામો,થમનાપોકપી અને સબુંગખોક પર શ્રેણીબદ્ધ બંદૂક અને બોમ્બ હુમલાઓ શરૂ કર્યા હતા.પ્રથમ હુમલો થમનાપોકપી ખાતે સવારે થયો હતો અને બીએસએફની દરમિયાનગીરી બાદ જ તેને અટકાવવામાં આવ્યો હતો.દરમિયાન તેઓએ સાબુંગખોક અને સનાસાબી પર પણ હુમલો કર્યો હતો.
બાદમાં,60 બોમ્બ સાથે સંકલિત હુમલો 8:30 વાગ્યે જીરીબામ જિલ્લાના મોંગબુંગ મીતેઈ ગામમાં શરૂ થયો.આ હુમલા દરમિયાન ગ્રામજનોને ગામ છોડીને વિસ્તારમાં આશ્રયસ્થાનોમાં જવાની ફરજ પડી હતી.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર,હુમલા અપેક્ષિત રેખાઓ પર હતા.કુકી આતંકવાદીઓ આ લણણીની મોસમનો લાભ લે છે કારણ કે તેઓ જાણે છે કે ખેડૂતો ખુલ્લા મેદાનમાં હશે. નવીનતમ હુમલો BSF પોસ્ટથી 200 મીટર દૂર થયો હતો.
SORCE : પ્રભાસાક્ષી