હેડલાઈન :
- DRDO એ મળી વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી
- પ્રથમ લાંબા અંતરની ક્રૂઝ નિસાઈલનું સફળ પરિક્ષણ
- LRLACMનું ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી પરિક્ષણ
- ઈતિહાસમાં આ પ્રકારની મિસાઈલનું પ્રથમ સફળ પરિક્ષણ
- મિસાઈલની ખાસિયતો દુશ્મનોના મનોબળને તોડી નાખે
- એક હજાર કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને મારવાની ક્ષમતા
DRDO એ લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલ એટલે LRLACM નું ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન DRDO એ વધુ એક વિશેષ સિદ્ધિ પોતાના નામે કરી છે.તાજેતરમાં,લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલ LRLACM નું ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.ઈતિહાસમાં આ પ્રકારની મિસાઈલનું આ પ્રથમ સફળ પરીક્ષણ છે. આ મિસાઈલની ખાસિયતો દુશ્મનોના મનોબળને તોડી નાખે છે અને તેના હોશ ઉડી જાય છે. નોંધનિય છે કે તે એક હજાર કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને મારવાની ક્ષમતા ધરાવે છે.
નોંધનિય છે કે આ મિસાઈલ સરળતાથી પાકિસ્તાન અને ચીનની સરહદની અંદર જઈ શકે છે.સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ પરીક્ષણમાં મિસાઈલે તેની તમામ સબ-સિસ્ટમના તબક્કા સફળતાપૂર્વક પાર કરી લીધા છે.તેની અંદર એવિઓનિક્સ અને સોફ્ટવેરની એડવાન્સ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને વધુ સચોટ બનાવે છે.આ સાથે,મિસાઈલમાં પોઈન્ટ નેવિગેશનનો ઉપયોગ કરીને, તે વિવિધ અંતર પર ઉડી શકે છે, આ દુશ્મનના રડારને ટાળવામાં મદદ કરે છે.ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રો સેન્સર તેને વધુ ખાસ અને સચોટ બનાવે છે.
આ મિસાઈલ DRDOના બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટદ્વારા ભારતીય ઉદ્યોગ, ભારત ડાયનેમિક્સ,ભારત ઈલેક્ટ્રોનિક્સની મદદથી વિકસાવવામાં આવી છે.તેની ચોકસાઈ અને ફાયરપાવર દુશ્મનોની ઊંઘ હરામ કરી દે છે.આ મિસાઈલના સફળ પરીક્ષણથી સ્વદેશી સંરક્ષણ ક્ષમતાનો નવો અધ્યાય શરૂ થયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સફળતા સાથે જોડાયેલા DRDO અને તમામ ભારતીય ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે. તેને સ્વદેશી મિસાઇલોના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ પણ ગણાવવામાં આવ્યું છે.
LRLACM લોન્ગ રેન્જ ક્રૂઝ મિસાઈલને મોબાઈલ લોન્ચરની મદદથી જમીન પરથી સરળતાથી છોડવામાં આવી શકે છે,જ્યારે તેને યુનિવર્સલ વર્ટિકલ લોન્ચ મોડ્યુલ વડે નૌકાદળના જહાજોમાંથી લોન્ચ કરી શકાય છે. તેની અન્ય વિશેષતાઓ તેને દરેક વ્યક્તિ કરતા અનન્ય અને અલગ બનાવે છે,જે હવે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.લાંબા અંતરની સંરક્ષણ પ્રણાલીના ભવિષ્ય માટે આને એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. જે દેશની વ્યૂહાત્મક ક્ષમતા વધારવામાં અને દુશ્મનોને મુશ્કેલી આપવામાં મદદ કરશે.