Thursday, May 15, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home કલા અને સંસ્કૃતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘અમૃતકાળ’ એટલે ‘કર્તવ્યકાળ’ની વિભાવના ચરિતાર્થ કરવા સૌ સાથે મળી પ્રતિબદ્ધ બનીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભાવ,રાગ અને તાલના સંગમ એવા 'ભારતકૂલ' મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 15, 2024, 08:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
  • ભારતકૂલ’ મહોત્સવનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન
  • ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમ
  • ભાવ,રાગ,તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ
  • PM મોદીની વિભાવના ચરિતાર્થ કરવા CMનો સૌને અનુરોધ
  • ‘અમૃતકાળ’-‘કર્તવ્યકાળ’ની વિભાવના ચરિતાર્થ કરવા અનુરોધ
  • સરકાર અને મીડિયા- બંનેનો હેતુ લોકકલ્યાણનો : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભાવ,રાગ અને તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

– અમદાવાદમાં ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભાવ,રાગ અને તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવતાં કહ્યું કે દેશ અને રાજ્યની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં આવાં આયોજનો દેશના યુવાનોને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવામાં મહત્વનું યોગદાન આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો જે કોલ આપ્યો છે તેને સાકાર કરવા માટે ‘અમૃતકાળ’ને સાચા અર્થમાં ‘કર્તવ્યકાળ’ તરીકે ચરિતાર્થ કરવા સૌને સાથે મળીને પ્રતિબદ્ધ થવા મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું.

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ભાવ’ વિશે વાત કરી
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમના પ્રારંભે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ભાવ’ વિશે વાત કરતા કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ‘ભાવ’નું વિશેષ મહત્વ રહેલું છે. ‘ભાવ’ થી વ્યક્તિ અને વ્યક્તિત્વ બેય બદલાઈ જતા હોય છે.ત્યારે અહીં તો ભાવ-તાલ-રાગનો ત્રિવેણી સંગમ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અમૃતકાળ’ને સાચા અર્થમાં ‘કર્તવ્યકાળ’ ગણાવ્યો છે,ત્યારે આપણે પણ વર્તમાન સમયને કર્તવ્યકાળ તરીકે સ્વીકારીશું, તો જ ‘વિકસિત ભારત’ની સંકલ્પના સાકાર થશે.

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંસ્કૃતિ વિશે વાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃતિ વિશે વાત કરતાં જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને હરહંમેશ જિવંત રાખવી જોઈએ.આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને આપણી સંસ્કૃતિ,કલા અને ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, યુવા પેઢીને આપણી સનાતન સભ્યતાના મૂળત: મૂલ્યોનો પરિચય થાય તે પણ અત્યંત જરૂરી છે.જેમ ઘટાદાર વૃક્ષ માટે ઊંડા અને મજબૂત મુળ હોવા જરૂરી છે તેમ સંસ્કૃતિ સંસ્કાર અને વિરાસતના જતન સંવર્ધનને સંગીન બનાવવા તેની સાથે યુવા શક્તિનું જોડાણ પણ આવશ્યક છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ મીડિયાની કામગીરીને બિરદાવી
મુખ્યમંત્રીએ પ્રેસ મીડિયાની કામગીરીને બિરદાવતા કહ્યું કે મીડિયાનો ‘ભાવ’ સમાજ માટે સારું કરવાનો હોય છે માટે માધ્યમોની સાચી ટીકાઓને વિશાળ લોકહિતમાં ધ્યાને લઈ,આપણે કાર્ય કરવું જોઈએ. કારણ કે, સરકાર અને માધ્યમો- બંનેનો હેતુ આખરે તો લોકકલ્યાણનો જ છે.મુખ્યમંત્રીએ સૌને સાથે મળીને આપણી સંસ્કૃતિ અને વિરાસતને જિવંત રાખીને વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

– રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યુ ?
આ તકે ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ‘ભારતકૂલ’ કાર્યક્રમ દ્વારા આજની યુવા પેઢીને ભારત,ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિચારો અંગે ઊંડી સમજ આપતાં આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિ,કલા અને સંગીતને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે,અને ભારતકૂલ દ્વારા ચાર દિવસ સુધી ધાર્મિક,સામાજિક અને રાષ્ટ્રનિર્માણને લગતા વિવિધ વિષયો પર કાર્યક્રમોનો વધુમાં વધુ યુવાનોને લાભ લેવા અપીલ કરી હતી.સંઘવીએ કહ્યું કે આપણી યુવા પેઢી ગુજરાતની સંસ્કૃતિની સાથે સાથે ભારતના વિવિધ રાજ્યોને જોડી તે રાજ્યોની ધરોહર અને સંસ્કૃતિ વિશે લોકોને માહિતગાર કરી શકે તેવા કાર્યક્રમો સતત થતા રહે, જેથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય તેવી ભાવના તેમણે પ્રગટ કરી હતી.આ પ્રસંગે ગુજરાત મિડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે સંસ્થાનાં કાર્યો તથા ‘ભારતકૂલ’ કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપી,આ આયોજનને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ ગણાવ્યું હતું.આ તકે મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળે આયોજિત શિવકથા તેમજ ફોટોજર્નલિસ્ટ્સ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

– ભારતકૂલ મહોત્સવ ચાર દિવસ સુધી ચાલશે
ભારતકૂલ મહોત્સવ કુલ ચાર દિવસ સુધી યોજાશે જેમાં ભાવ,રાગ અને તાલના કાર્યક્રમો જેવા કે,ધાર્મિક કાર્યક્રમો,શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો,પત્રકારત્વ સંસ્કૃતિ,ફિલ્મોની સંસ્કૃતિ,રંગભૂમિને લગતી સંસ્કૃતિ,ચિત્ર પ્રદર્શન,શિલ્પ પ્રદર્શન,રંગયાત્રા,ફોટોગ્રાફી એક્ઝિબિશન,ગુજરાતી ભાષાનો રંગારો,ભારતીય વિજ્ઞાન સંસ્કૃતિના કાર્યક્રમો, આરોગ્ય,વેપાર વાણિજ્યના કાર્યક્રમો,રમતગમત વિચાર, પ્રવાસન તેમજ રાષ્ટ્રીય-નિર્માણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags: AhmedabadCM BHUPENDRA PATELCM GUJARATGOVERMENT OF GUJARATGujaratGujarat UniversityMedia ClubSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

Latest News

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.