હેડલાઈન :
- મણીપુરમાં ફરી એકવાર હાલત બેકાબૂ બની
- રાજ્યમાં હિંસાના દ્રશ્યો ફરી જોવા મળ્યા હતા
- મૃતદેહનો ફોટો વાયરલ થતા પરિસ્થિત વણસી
- રવિવારે રાત્રે રાજકીય પક્ષોની ઓફિસોમાં આગચંપી
- અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની રેલીઓ રદ્ કરી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક
- “કથળતી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ બેઠક
- મણીપુરના પાંચ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાદી દીધો
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે અને હિંસાના બનાવ પણ બન્યા છે.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મહારાષ્ટ્રની સભાઓ રદ્દ કરી.
– મણીપુરમાંમ ફરી હિંસા ફાટી નિકળી
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.મણિપુરની સ્થિતિને જોતા અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભમાં પોતાની રેલીઓ રદ કરી અને નાગપુરથી દિલ્હી પરત ફર્યા છે.અમિત શાહ આજે વિદર્ભમાં ચાર રેલીઓને સંબોધવાના હતા.દરમિયાન CRPFના મહાનિર્દેશક અનીશ દયાલને મણિપુર જવા માટે કહેવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર રાજ્યમાં સુરક્ષાની સ્થિતિ અને વિસ્તારમાં વધી રહેલી હિંસા સંબંધિત અલ્ટીમેટમ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ફરી હિંસા શરૂ થઈ છે.આતંકવાદીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો,જે બાદ રાજ્યમાં સંઘર્ષ ઉગ્ર બન્યો છે.
– મેઇતી અને કુકી જૂથો વચ્ચે નોંધપાત્ર વંશીય તણાવ
આ સંઘર્ષ ખાસ કરીને તે વિસ્તારોમાં તીવ્ર બન્યો છે જ્યાં મેઇતી અને કુકી જૂથો વચ્ચે નોંધપાત્ર વંશીય તણાવ છે. કેન્દ્ર મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે,જીરીબામ જિલ્લામાં એક નદીમાંથી 6 ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા,જેના થોડા કલાકો બાદ રાજ્ય હિંસાથી ઘેરાઈ ગયું હતું. પ્રદર્શનકારીઓએ શનિવારે ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘર પર હુમલો કર્યો હતો.સીએમ આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે અને કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.અધિકારીઓએ કહ્યું કે રાજ્યમાં સ્થિતિ વણસી રહી છે.
– મણિપુરમાં હિંસાનાં મહત્વના અપડેટ્સ
1. રવિવારે રાત્રે હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં રાજકીય પક્ષોની ઓફિસોમાં આગચંપીની ઘટનાઓ
2. કુકી-જો જનજાતિના અગ્રણી સંગઠન,ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે જણાવ્યુ કે હરીફ સમુદાયના હુમલાખોરો દ્વારા ઓછામાં ઓછા પાંચ ચર્ચ,એક શાળા,એક પેટ્રોલ પંપ અને આદિવાસીઓના 14 ઘરો નાશ કર્યો
3. અગ્નિદાહની નિંદા કરતા, ITLF એ આરોપ લગાવ્યો કે મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ત્યજી દેવાયેલી ઇમારતોને સુરક્ષિત રાખવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં, જીરીબામ શહેરમાં તૈનાત સુરક્ષા દળો આમ કરવામાં નિષ્ફળ.
4.સેના,આસામ રાઈફલ્સ,બીએસએફ,સીઆરપીએફ,મણિપુર પોલીસ અને રાજ્ય કમાન્ડોએ રવિવારે રાત્રે રાજધાની ઈમ્ફાલ અને તેની બહારના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યુ.
5. મૃતદેહની તસવીર વાયરલ થતા રવિવારે જીરીબામમાં ફરી તણાવ ભભૂકી ઉઠ્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ રાજકીય પક્ષોની ઓફિસોને સળગાવી દીધી હતી.તો મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરનાર ટોળામાં સામેલ 25 લોકોની ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી તેમની પાસેથી કેટલાક હથિયારો અને દારૂગોળો,મોબાઇલ ફોન મળી આવ્યા છે.
6.આસામ રાઈફલ્સ, BSF અને કમાન્ડો સહિત રાજ્યના દળોએ શનિવાર અને રવિવારે વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને રબર બુલેટના અનેક રાઉન્ડ ફાયર કર્યા હતા,જેમાં 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
7. છ મૃતદેહો,જેની પરિવારના સભ્યો દ્વારા હજુ સુધી ઓળખ થઈ નથી,તે જીરીબામ જિલ્લામાં નવેમ્બર 11 થી ગુમ થયેલ છ મહિલાઓ અને બાળકોના હોવાનું માનવામાં આવે છે.
8. વ્યાપક હડતાલ અને વિરોધ ફાટી નીકળ્યા પછી,સત્તાવાળાઓએ ઇમ્ફાલ ખીણના ઇમ્ફાલ પૂર્વ,પશ્ચિમ, બિષ્ણુપુર,થૌબલ અને કાકચિંગ જિલ્લામાં “કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કારણે” અનિશ્ચિત કર્ફ્યુ લાદી દીધો.
9.મુખ્ય સચિવ વિનીત જોશીએ શનિવાર સાંજથી સાત જિલ્લાઓમાં બે દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ અને ડેટા સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો – ઈમ્ફાલ પશ્ચિમ, ઈમ્ફાલ ઈસ્ટ,બિષ્ણુપુર,થોબલ,કાકચિંગ,કાંગપોકપી અને ચુરાચંદપુર.
10. એનપીપીનો ટેકો પાછો ખેંચી લીધા પછી પણ બીરેન સિંહ સરકાર મણિપુરમાં સુરક્ષિત છે.2022 માં યોજાયેલી મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં,ભાજપે 32 બેઠકો,કોંગ્રેસ 5,જેડીયુ 6,નાગા પીપલ્સ ફ્રન્ટ 5 અને કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીએ 7 બેઠકો જીતી હતી.જ્યારે, કુકી પીપલ્સ એલાયન્સના અપક્ષ ઉમેદવારો 2 અને 3 બેઠકો પર જીત્યા હતા.
– હિન્દુસ્તાન સમાચાર