હેડલાઈન :
- ભારતીય ઉદ્યોગપતિ અદાણી ગૃપ પર અમેરિકામાં ગંભાર આરોપ
- અદાણી ગૃપ પર અમેરિકામાં આરોપ મામલે દેશમાં રાજકીય ગરમાવો
- વિપક્ષ કોંગ્રેસે આ સમગ્ર મામલાને ઊંડા સાંઠગાંઠનો ભાગ ગણાવ્યો
- ભાજપે વળતો જવાબ આપતા કહ્યુ બિનજરૂરી ઉતાવળા ન થાઓ
- કોંગ્રેસના જયરામ રમેશ-ભાજપના અમિત માલવિયાના સવાલ-જવાબ
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચના આરોપ મામલે હવે દેશમાં રાજકારણ ગરમાયુ છે,જેમાં કોંગ્રેસના સવાલનો ભાજપે જવાબ આપ્યો છે.
– કોંગ્રેસે આ મામલાને ઊંડા સાંઠ-ગાંઠનો ભાગ ગણાવ્યો
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ છે.તેમના પર તેમની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છુપાવવાનો આરોપ છે.આ મામલે કોંગ્રેસે અદાણી ગૃપના વ્યવહારોની સંયુક્ત સંસદીય સમિતિ JPC તપાસની માંગને પુનરાવર્તિત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.કોંગ્રેસે આને ઊંડા સાંઠગાંઠનો ભાગ ગણાવ્યો છે.કોંગ્રેસ નેતા જયરામ રમેશે ‘હમ અદાણી કે હૈ’ શ્રેણીનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત કૌભાંડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો અંગે 100 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.તેમણે આ મામલે જવાબદારીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે, પ્રશ્નોના જવાબો હજુ સુધી મળ્યા નથી.
– ભાજપ નેતા અમિત માલવિયાનો વળતો જવાબ
તો સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે.ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે,આરોપ લગાવતા પહેલા વિચારવું કે જાણવુ જોઈએ તો બિનજરૂરી રીતે ઉત્તેજિત થવાની જરૂર નથી.કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે,કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા વાંચવું હંમેશા સારું છે.તમે ટાંકેલ દસ્તાવેજ જણાવે છે કે આરોપમાં આરોપો છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે.
– શું છે સમગ્ર મામલો
અદાણી ગૃપનો બિઝનેસ પોર્ટ અને એરપોર્ટથી લઈને એનર્જી સેક્ટર સુધી વિસ્તરેલો છે.અદાણીગૃપના ચેરમેન, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકોએ કથિત રીતે રાજ્યની વીજ વિતરણ કંપનીઓ સાથે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને રૂ.2,029 કરોડ એટલે કે 265 મિલિયન ન ડોલરની લાંચ આપી હતી,એમ યુએસ ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો આ લાંચ કથિત રીતે 2020 અને 2024 વચ્ચે આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલા પર વિગતે વાત કરીએ તો તે અદાણી ગૃપની કંપની ગ્રીન એનર્જી લિમિટેડ અને એક અન્ય ફર્મ સબંધિત છે.જેમાં અમેરિકામાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમીશન એટલે SEC એ આરોપ લગાવ્યો છે કે અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ વિનેત જૈને ધીરનાર અને રોકાણકારોથી ભ્રષ્ટાચાર છુપાવીને 3 અબજ ડોલરથી વધુ લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા.