હેડલાઈન :
- રાજધાની દિલ્હીમાં જોરદાર વિસ્ફોટ થયો
- પ્રશાંત વિહાર વિસ્તારમાં મોટો વિસ્ફોટ
- મીઠાઈની દુકાન પાસે થયો હતો વિસ્ફોટ
- સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ
- સુરક્ષા એજન્સિઓ પણ તપાસમાં લાગી
દેશની રાજધાની દિલ્હીના પ્રશાંત વિહારમાં મીઠાઈની દુકાન પાસે જોરદાર વિસ્ફોટ થયો છે.વિસ્ફોટનો અવાજ સંભળાતાની સાથે જ પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.
#WATCH दिल्ली: NSG कमांडो के साथ डॉग यूनिट, एफएसएल टीम और अन्य विशेषज्ञ इकाई दिल्ली के प्रशांत विहार में विस्फोट स्थल पर आगे की जांच कर रहे हैं। pic.twitter.com/hNX5V2tRBU
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
#WATCH दिल्ली: प्रशांत विहार इलाके में विस्फोट होने के बाद दिल्ली पुलिस क्राइम ब्रांच, स्पेशल सेल और बम निरोधक दस्ते की टीमें मौके पर मौजूद हैं। इलाके की घेराबंदी कर दी गई है। pic.twitter.com/9uQHnxR45h
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં બંસી સ્વીટ્સ પાસે એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો,જેની માહિતી પછીથી PCR કોલ પર આપવામાં આવી હતી.માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.બ્લાસ્ટમાં સફેદ પાવડર જેવો પદાર્થ વેરવિખેર જોવા મળ્યો હતો,જેની તપાસ પોલીસે હાથ ધરી હતી.જોકે સદ નસીબે આ બ્લાસ્ટમાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.NSG કમાન્ડો અને ડોગ સ્ક્વોર્ડની ટીમે બ્લાસ્ટ વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી હતી.
#WATCH दिल्ली के प्रशांत विहार में विस्फोट स्थल पर एनएसजी कमांडो और डॉग स्क्वायड पहुंचे। pic.twitter.com/bY8Q1SXTcx
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
ઉલ્લેખનિય છે કે પોલીસ સતત લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે.તેને CRPF કેમ્પ પાસે એક મહિના પહેલા થયેલા વિસ્ફોટની ઘટના સાથે જોડવામાં આવી રહી છે.
#WATCH दिल्ली: प्रशांत विहार में धमाके की घटना के बाद पुलिस की तैनाती पर डीसीपी पूर्वी दिल्ली अपूर्वा गुप्ता ने कहा, "तमाम जगह पर स्टाफ की तैनाती पहले ही की गई थी। चेकिंग भी हो रही थी। मार्केट इलाकों में तुरंत स्टाफ की तैनाती बढ़ाई गई है। हम इलाकों को सैनिटाइज भी कर रहे हैं। भीड़… pic.twitter.com/wEcmWDFJxM
— ANI_HindiNews (@AHindinews) November 28, 2024
પ્રશાંત વિહારમાં વિસ્ફોટની ઘટના બાદ પોલીસની તૈનાતી અંગે ડીસીપી પૂર્વ દિલ્હી અપૂર્વ ગુપ્તાએ જણાવ્યું હતું કે,”તમામ સ્થળોએ સ્ટાફ પહેલેથી જ તૈનાત હતો.ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.બજાર વિસ્તારોમાં તાત્કાલિક સ્ટાફની તૈનાતી વધારી દેવામાં આવી છે.” અમે વિસ્તારોને પણ સેનિટાઇઝ કરી રહ્યા છીએ અમે આવી ઘટનાઓને રોકવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.”