હેડલાઈન :
- બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારીની ધરપકડનો મામલો
- સંત ચિન્મય કૃષ્ણદાસની કરવામાં આવેલી ધરપકડ
- ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લખ્યો પત્ર
- સાધુ ચિન્મય કૃષ્ણદાસની ત્વરિત મુક્તિની કરી માંગ
- ચિત્તાગોંગમાં વકીલની હત્યા મામલે પણ નિંદા કરી
બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને વકીલની હત્યા સામે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પત્ર થકી પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
– હિન્દુ સંતની ધરપકડને લઈ શેખ હસીનાનો પત્ર
શેખ હસીનાએ તેમના પત્રમાં લખ્યું છે કે સનાતન ધાર્મિક સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.ચટગાંવમાં એક મંદિર બાળવામાં આવ્યું છે.તો વળી ગુરુવારે ચિત્તાગોંગમાં વકીલની હત્યા અંગે નિંદા કરી અને સાધુની મુક્તિની માંગ કરી છે. મંગળવારે સુરક્ષા દળો અને ચિન્મય કૃષ્ણ દાસના અનુયાયીઓ વચ્ચે હિંસક અથડામણ દરમિયાન સહાયક સરકારી વકીલ સૈફુલ ઇસ્લામ તરીકે ઓળખાતા વકીલનું મોત થયું હતું,પોલીસે જણાવ્યું હતું કે ચટગાંવની અદાલતે રાજદ્રોહના કેસમાં દાસને જામીન આપવાનો ઇનકાર કર્યા પછી વિરોધ શરૂ થયો.
– સનાતન ધાર્મિક સમુદાયના સંતની અન્યાયી ધરપકડ
હસીનાએ તેના પત્રમાં લખ્યું છે કે સનાતન ધાર્મિક સમુદાયના ટોચના નેતાની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ચટગાંવમાં એક મંદિર બાળવામાં આવ્યું છે. અગાઉ,અહમદિયા સમુદાયની મસ્જિદો,મંદિરો,ચર્ચો,મઠો અને ઘરો પર હુમલા,તોડફોડ,લૂંટફાટ અને આગ લગાડવામાં આવી હતી.તેમણે વધુમાં કહ્યું કે,”ધાર્મિક સ્વતંત્રતા અને તમામ સમુદાયોના લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.”
– બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હસન મહમૂદનું નિવેદન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હસન મહમૂદે કહ્યું છે કે ભારત વિરોધી રેટરિક અને કટ્ટરપંથી અને આતંકવાદી દળોને પ્રોત્સાહન આપવું એ “પરસ્પર સંબંધિત” વ્યૂહરચના છે જેણે બાંગ્લાદેશને “સંપૂર્ણ અરાજકતા”તરફ ધકેલ્યું છે.તેમણે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર લોકશાહીને “મોબોક્રસી”માં ફેરવવાનો આરોપ લગાવ્યો. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી ચળવળને પગલે પરિસ્થિતિ બગડ્યા બાદ દેશ છોડી ગયેલા મહેમૂદે તાજેતરમાં એક અજ્ઞાત સ્થળેથી એક ઇન્ટરવ્યુમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિને “ખતરનાક” ગણાવી હતી.