હેડલાઈન :
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચરનો મામલો
- બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન બાદ સ્થિતિ વધુ વણસી
- બાંગ્લાદેશ ઉપરાંત હવે ભારતમાં પણ આ મુદ્દે વિરોધ
- વિશ્વ હિન્દુ પરિષદ આ મુદ્દે કરશે વિરોધ પ્રદર્શન
- રાજધાની દિલ્હી અને આર્થિક નગરી મુંબઈમાં થશે વિરોધ
- વધુમાં વધુ લોકો સહકાર આપે તેવી VHP ની જાહેર અપીલ
વિશ્વ હિન્દુ પરિષદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચારના વિરોધમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે.આર્થિક રાજધાની મુંબઈમાં બપોરે 3:30 કલાકે પ્રદર્શન થશે.
VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું કે, VHP, દિલ્હી પ્રાંત આજે સવારે જંતર-મંતર, સંસદ માર્ગ,નવી દિલ્હી ખાતે બાંગ્લાદેશમાં હિન્દુ ઓ પર સતત થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન કરશે.VHP દિલ્હીના પ્રમુખ કપિલ ખન્ના અને મહંત નવલકિશોર દાસ સહિત અનેક સંસ્થાઓના લોકો તેમાં ભાગ લેશે.VHP કોંકણ પ્રાંતનું વિરોધ પ્રદર્શન બપોરે 3:30 વાગ્યે મુંબઈમાં બાંગ્લાદેશના હાઈ કમિશનની બહાર થશે.VHPએ લોકોને અપીલ કરી છે કે તેઓ બંને સ્થળોએ પહોંચીને પોતાનું સમર્થન દર્શાવે.
તમને જણાવી દઈએ કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.મુસ્લિમ કટ્ટરપંથીઓ ત્યાંના હિન્દુ મંદિરો પર સતત હુમલા કરી રહ્યા છે.ઈસ્કોન મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું ત્યાંની મોહમ્મદ યુનુસ સરકારના સમર્થનથી થઈ રહ્યું છે.બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય મુસ્લિમ કટ્ટરપંથીઓના અત્યાચારોથી ડરી ગયો છે અને સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યો છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર