હેડલાઈન :
- રાષ્ટ્રપતિ જો બિડેને ભારત માટે કર્યો મહત્વનો નિર્ણય
- US રાષ્ટ્રપતિ તરીકે જો બિડેનનો કાર્યકાળ પૂર્ણતા તરફ
- કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જો બિડેને લિધો મોટો નિર્ણય
- વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેને રક્ષા સમજૂતીને આપી મંજૂરી
- ભારતના દૃષ્ટિકોણથી જો બિડેનો એક મહત્વપૂર્ણ નિર્ણય
- અમેરિકન કંપનીઓથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટર મળશે
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. બિડેને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ભારતના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
– જો બિડેનનો ભારત માટે મહત્વનો નિર્ણય
US રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળના અંત પહેલા બિડેને ભારત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો જેમા તેમણે એક અબજ ડોલરના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે.આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટર અને અન્ય મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે, જે ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ ડીલ અંદાજે 1.17 US બિલિયન ડોલરની છે.
– જો બિડેનના નિર્ણયથી ભારતને શું ફાયદો
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે.જો બિડેને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ભારતના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે.આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટરના મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે,જે ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે.આ ડીલ અંદાજે 1.17 US બિલિયન ડોલરની છે.રાષ્ટ્રપતિ બિડેને યુએસ કોંગ્રેસને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે.
– ડીલ મુજબ ભારતને સંરક્ષણ સાધનો મળશે
બિડેન સરકારનો ભારતને મોટા સંરક્ષણ સાધનો વેચવાનો નિર્ણય તેની મુદત પૂરી થવાના થોડા દિવસો પહેલા આવ્યો છે. આ નિર્ણયથી ભારતને રાહત મળી છે કારણ કે જો બિડેન પ્રશાસને આ સોદાને મંજૂરી ન આપી હોત તો નવી સરકારની રચના પછી તેને મંજૂરી આપવામાં વધુ સમય લાગી શક્યો હોત. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ ડીલ હેઠળ ભારતને 30 મલ્ટીફંક્શન ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ પણ મળશે. તેમાં અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ, એક્સટર્નલ ફ્યુઅલ ટેન્ક, ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, ઓપરેટર મશીન ઈન્ટરફેસ, વધારાના કન્ટેનર વગેરે હશે, તેની સાથે ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગમાં મદદ પણ અમેરિકા દ્વારા આપવામાં આવશે.
– અમેરિકન કંપનીઓ હથિયાર સપ્લાય કરશે
આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરવામાં આવશે. આ હથિયારોના વેચાણ અને ટેકનિકલ સહાય માટે 20 યુએસ સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીઓના 25 પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે. અમેરિકી સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી ભારતની સંરક્ષણ તૈયારીઓ મજબૂત થશે.
– MH 60R હેલિકોપ્ટર વિશે જાણો
MH 60R હેલિકોપ્ટર ભારતની બ્લુ-વોટર ક્ષમતાઓને વધારશે,નૌકાદળની કાર્યકારી પહોંચને વિસ્તારશે અને સ્પેક્ટ્રમ અને વિશાળ મેરીટાઇમ ડોમેન્સમાં સતત નૌકાદળની કામગીરીને સમર્થન આપશે.જે આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ સુનિશ્ચિત કરવાના ભારતજૂન મહિનાના અંતભાગમાં ભારતીય નેવીને અમેરિકન નેવીના ત્રણ નવા એમએચ-60 ‘રોમિયો’ હેલિકૉપ્ટર મળશે.જે હિંદ મહાસાગરમાં સર્વેલન્સની ક્ષમતામાં વધારો કરશે.
ભારતે અમેરિકાની સરકાર સાથે 24 હેલિકૉપ્ટરનો લગભગ રૂ.15 હજાર કરોડમાં સોદો કર્યો છે,જેની ડિલિવરી 2025 સુધીમાં પૂર્ણ થશે.તો ભારતની માગણી મુજબ હેલિકૉપ્ટરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.હાલ વિશ્વમાં અમેરિકા,ઑસ્ટ્રેલિયા,નેધરલૅન્ડ અને સાઉદી અરેબિયાના નૌકાદળમાં 340 કરતાં વધુ રોમિયો હેલિકૉપ્ટર વપરાશમાં છે.આ હેલિકૉપ્ટરોએ કુલ 10 લાખ કરતાં વધુ કલાકની ઉડ્ડાણ ભરી છે. આ સિવાય ગ્રીસ તથા દક્ષિણ કોરિયાએ પણ આ હેલિકૉપ્ટરના ઑર્ડર આપ્યા છે.
SORCE : અમર ઉજાલા