Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાષ્ટ્રીય

ગુજરાત આવેલી ચોથી ધમ્મયાત્રાના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે,બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર,દેવની મોરી,વડોદરાની મુલાકાત લીધી

મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવા ચોથી ધમ્મયાત્રાનું 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે,ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર,દેવની મોરી તથા વડોદરાની મુલાકાત લીધી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 10, 2024, 03:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ
  • સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક,આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવા ઉદ્દેશ્ય
  • 2 જી થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે ધમ્મસ યાત્રા
  • ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે
  • ચોથી ધમ્મ યાત્રાનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે
  • ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર,દેવની મોરી,વડોદરાની મુલાકાત
  • ગુજરાત પ્રવાસ નિગમ અને બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે MOU થયા

મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવા ચોથી ધમ્મયાત્રાનું આયોજન કરાયુ છે.જે યાત્રા
2 જી થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે,તો ગુજરાતમા મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે.થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે,તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ અને મોગ્ગલાનાના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે ચોથી ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રા અંતર્ગત પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી અને વડોદરાની મુલાકાત લીધી હતી.

યાત્રાના પ્રતિનિધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ વડનગરની મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.આ પ્રતિનિધિમંડળના અગ્રણી ડો.સુપચાઈ વીરપુચોંગે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં કહ્યું કે,આ ઐતિહાસિક યાત્રાનો ઉદ્દેશ્ય મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક,આધ્યાત્મિક જોડાણોને વધુ સંગીન બનાવવાનો છે.એટલું જ નહીં,બૌદ્ધ ધર્મના ઉપદેશોને વિશ્વભરમાં ફેલાવવા અને પર્યાવરણ પ્રત્યે જનચેતના વધારવા તેમજ શાંતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યાત્રા યોજાઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર વિશ્વમાં શાંતિ,સૌહાર્દ અને સદભાવ આજે અને આવનારા સમયમાં પણ રહે તેવી બૌદ્ધ ધર્મની લાગણીને વાચા આપતા પ્રતિનિધિ મંડળને સમૂહ શાંતિ પ્રાર્થનાની પ્રેરણા આપી હતી.તેને પગલે, પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમુહ શાંતિ પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2009માં ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દલાઈ લામા આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા,તેની યાદ તાજી કરી હતી.તેમણે ભારત અને ગુજરાતમાં રહેલી ઐતિહાસિક અને દર્શનીય બૌદ્ધ વિરાસતથી થાઈલેન્ડના અને વિશ્વના લોકો સુપેરે પરિચિત થાય તે હેતુથી ત્યાંના ઈન્ફ્લ્યુએન્સર્સ-યુ-ટ્યુબર્સ મોટાપાયે ગુજરાત આવીને ‘પીપલ ટુ પીપલ કનેક્ટ’ થવામાં પ્રેરણારૂપ બને તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસ નિગમ અને બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન અને વિકાસ તેમજ ગુજરાતના બુદ્ધિસ્ટ સર્કિટના સ્થાનોના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પરસ્પર સહયોગ માટે આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, સચિવ અવંતિકા સિંઘ,પ્રવાસન સચિવ ડો. રાજેન્દ્ર કુમાર અને પ્રવાસન વિકાસ નિગમના એમ.ડી. છાક છુઆક વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

Tags: CM BHUPENDRA PATELFORTH DHAMM YATRAGOVERMENT OF GUJARATGujaratINDIAmekong ganga dhamma yatrPm ModiSLIDERTOP NEWSVADANAGARVadodara
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.