હેડલાઈન :
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત થતા હુમલાનો મામલો
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને લઈ સંઘ આકરા પાણીએ
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાની સંઘે કરી ટીકા
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિન્દુઓ માટે કેન્દ્ર સરકારને અપીલ
- બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહી કરવા સંઘની સરકારને અપીલ
- સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરનું નિવેદન
- શેખ હસીનાની સરકાર ગયા પછી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર 88 હુમલા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.
– સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે શું કહ્યું ?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને મંદિરો અને હિન્દુ પર સતત થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.સંઘે કેન્દ્ર સરકાર પાસે કડક કાર્યવાહીની પણ અપાલ પણ કરી છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે નક્કર પગલાં લેવા પડશે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ સામેની હિંસા હજુ અટકી નથી.બાંગ્લાદેશની યુનુસ સરકારે પોતે સ્વીકાર્યું છે કે શેખ હસીનાની સરકાર ગયા પછી દેશમાં લઘુમતીઓ પર 88 હુમલા થયા છે.બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
– કેન્દ્ર સરકારને કડક પગલાં ભરવાની અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા માટે વધુ નક્કર પગલાં લેવા જોઈએ.નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેનાથી દરેક હિન્દુઓએ રોષ ઠાલવવો જોઈએ.’તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ, બૌદ્ધ,જૈન અને અન્ય સમુદાયો પર થયેલા હુમલાની નિંદા કરવા માટે ‘સકલ હિન્દુ સમાજ’ના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
– સરકારે વધુ નક્કર પગલાં લેવા જોઈએ
આ હુમલાઓને રોકવા માટે કેન્દ્રએ વધુ કરવું જોઈએ.સરકારે વધુ નક્કર પગલાં લેવા જોઈએ.હું આશા રાખું છું કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે,પરંતુ જો વાતચીત નિષ્ફળ જાય તો હિંસા રોકવા માટે કોઈ અન્ય ઉકેલ શોધવો જોઈએ.તેમણે એમ પણ કહ્યું કે અમારા મંદિરો બાળવામાં આવી રહ્યા છે,લૂંટાઈ રહ્યા છે,મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે.જે થઈ રહ્યું છે તેનાથી દરેક હિંન્દુઓએ રોષ ઠાલવવો જોઈએ.ઘટનાઓની નિંદા કરવી અને પરેશાન થવું પૂરતું નથી.આપણે ક્રોધ અને ઉદાસીથી આગળ વધવું પડશે.
– બાંગ્લાદેશ સરકારે હુમલાની કબૂલાત કરી
અગાઉ મંગળવારે,બાંગ્લાદેશે સ્વીકાર્યું હતું કે શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ દેશમાં લઘુમતીઓ,ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હિંસાની 88 ઘટનાઓ બની છે.વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે જણાવ્યું હતું કે આ ઘટનાઓમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર વચ્ચે લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓ અંગે કુલ 88 કેસ નોંધાયા હતા.તેમણે કહ્યું કે ઘણા વિસ્તારોમાં હિંસાની નવી ઘટનાઓ પ્રકાશમાં આવી હોવાથી કેસ અને ધરપકડમાં વધુ વધારો થઈ શકે છે.