હેડલાઈન :
- દેશમાં લોકોને મોંઘવારીમાથી મળી રાહત
- ઓક્ટોબરની તુલનાએ નવેમ્બરનો દર નીચો
- જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘડાડો નોંધાયો
- વાર્ષિક ધોરણે 2.36 ટકાથી ઘટીને 1.89 ટકાના સ્તરે
- આ સાથે જ રિટેલ મોંઘવારી દરમાં પણ ઘટાડો
દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં લોકોને મોંઘવારીમીથી રાહત મળી છે.જે એક્ટોબરના દરની તુલનાએ નવેમ્બર મહિનામાં આ દર નીચે આવ્યો હવાનું નોંધાયુ છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોંઘવારીથી રાહત મળી છે,નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 2.36 ટકાથી ઘટીને 1.89 ટકા પર આવી ગયો છે.તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં તે 2.36 ટકા હતો.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં સકારાત્મક ફુગાવા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ,કાપડની મશીનરી,અન્ય ઉત્પાદનો અને સાધનોની કિંમતોમાં વધારો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 11.59 ટકા હતો, જ્યારે નવેમ્બર મહિનામાં તે ઘટીને 8.29 ટકા પર આવી ગયો છે.આ સાથે જ રિટેલ મોંઘવારી દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ડેટા અનુસાર ખાદ્યપદાર્થોની કિંમતોમાં નરમાઈના કારણે રિટેલ મોંઘવારી દર ઘટીને 5.49 ટકા પર આવી ગયો છે. જે ગયા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં 6.21 ટકા રહ્યો હતો.