હેડલાઈન :
- ભારત-ચીન સરહદ વિવાદ મામલે થશે મહત્વપૂર્ણ બેઠક
- સરહદ વિવાદના કાયમી ઉકેલ માટે મળનારી બેઠક
- રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ પ્રતિનિધિત્વ કરશે
- ચીને વિદેશ મંત્રી વાંગ યીને વિશેષ પ્રતિનિધિ નિયુક્ત કર્યા
- PM મોદી-રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયો હતો કરાર
- અત્યાર સુધીમાં 22 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી
પાંચ વર્ષ પછી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત થઈ રહી છે.તેને ફરીથી શરૂ કરવાનો કરાર ઓક્ટોબર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયો હતો.
ભારત અને ચીન સરહદ વિવાદના કાયમી ઉકેલ માટે આજે અહીં વાતચીત કરશે.ચીનની રાજધાની બેઇજિંગમાં આજે યોજાનારી વિશેષ પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.ચીને પોતાના વિદેશ મંત્રી વાંગ યીને વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ડોભાલ ગઈ કાલે બેઇજિંગ પહોંચ્યા હતા.
એપ્રિલ-મે, 2020 થી પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવને સમાપ્ત કર્યા પછી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત શરૂ કરવામાં આવી રહી છે.જુલાઇ 2003માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બેઇજિંગની મુલાકાત દરમિયાન વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીતનું આયોજન કરવામાં આવ્યું હતું.તેનો ઉદ્દેશ્ય ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદનો કાયમી ઉકેલ લાવવાનો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 22 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.ડોભાલે 2014 થી 2019 સુધી આ સંવાદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
પાંચ વર્ષ પછી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત થઈ રહી છે.તેને ફરીથી શરૂ કરવાનો કરાર ઓક્ટોબર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયો હતો.જે બાદ બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક થઈ છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર