હેડલાઈન :
- સંસદના શિયાળુ સત્ર દરમિયાન મહત્વનું બિલ રજૂ
- ‘વન નેશન,વન ઈલેક્શન’ બિલ લોકસભામાં સ્વિકૃત
- મંગળવારે ઈ-વોટિંગમાં બહુમતી સાથે બિલ સ્વિકૃત થયુ
- 269 સભ્યોનું બિલની તરફેણમાં,198 સભ્યોનું વિરોધમાં મતદાન
- પક્ષના વ્હિપ છતા ભાજપના 20 સાંસદો ગેરહાજર રહ્યા
- ભારતીય જનતા પાર્ટી આ તમામ સાંસદોને નોટીસ મોકલશે
‘વન નેશન વન ઈલેક્શન’ બિલ મંગળવારે લોકસભામાં રજૂ થયુ અને સ્વિકૃત પણ થયુ પરંતુ પક્ષના વ્હિપ છતા પણ સંસદમાં ભાજપના 20 જેટલા સાંસદો ગેરહાજર રહ્યા હતા.તેમને પક્ષ નોટીસ મોકલશે.
નિયમો અનુસાર,જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ સંસદભવનમાં હાજર ન રહી શકે તો તેણે પહેલા ચીફ વ્હીપને જાણ કરવી પડે છે,પરંતુ મંગળવારે 20થી વધુ ભાજપના સાંસદો હાજર થયા ન હતા.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન, કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે દેશમાં સામાન્ય ચૂંટણીઓ અને તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે મંગળવારે લોકસભામાં વન નેશન,વન ઇલેક્શન બિલ રજૂ કર્યું હતું.આ સમયગાળા દરમિયાન, વ્હીપ જારી કરવામાં આવ્યો હોવા છતાં,ભારતીય જનતા પાર્ટી ના 20 થી વધુ સાંસદો લોકસભામાંથી ગેરહાજર રહ્યા હતા.
વ્હીપ જારી થવા છતાં સંસદમાં ન આવવાની કિંમત આ સાંસદોએ ચૂકવવી પડશે.લોકસભામાં ગેરહાજર રહેનારા તમામ સાંસદોને ભાજપ નોટિસ મોકલશે.નિયમો અનુસાર,પાર્ટી આ તમામ સાંસદોને પૂછશે જેઓ લોકસભામાં ગેરહાજર હતા.જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ સંસદભવનમાં હાજર ન રહી શકે તો તેણે પહેલા ચીફ વ્હીપને જાણ કરવી પડે છે,પરંતુ મંગળવારે 20થી વધુ ભાજપના સાંસદો હાજર થયા ન હતા.
નોંધનીય છે કે સોમવારે ભાજપે પોતાના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને તમામ ગૃહોમાં હાજર રહેવા જણાવ્યું હતું.આ પહેલા લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ પર પ્રારંભિક ચર્ચા બાદ વિપક્ષે વોટના વિભાજનની માંગ કરી હતી.269 સભ્યોએ આ બિલની તરફેણમાં અને 198 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું.
નિયમો અનુસાર,બંધારણના આ પ્રસ્તાવિત સુધારાને લોકસભામાં પસાર કરવા માટે હાજર રહેલા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન અને મતદાન જરૂરી છે.
પક્ષના મુખ્ય દંડક અથવા માર્ગદર્શક શિસ્ત જાળવવા માટે વ્હીપ જારી કરે છે.મતલબ કે પાર્ટીના તમામ સાંસદોએ ગૃહમાં હાજર રહેવું પડશે અને તેમણે પાર્ટી લાઇન પર એક થઈને મતદાન કરવું પડશે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર