હેડલાઈન :
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત થતા અત્યાચાર
- ક્યારેક મંદિરો તો ક્યારે હિન્દુઓના ઘર નિશાને
- હિન્દુઓ પર અત્યાચારની વધુ એક ઘટના
- મંદિરમાં તોડફોડ કરતા બે મૂર્તિઓ ખંડિત કરી
- કુલ 17 કરોડની વસ્તીમાંથી આઠ ટકા હિન્દુઓ
- 2024માં બાંગ્લાદેશમાં હિન્દુઓ અત્યાચાર વધ્યા
- વર્ષ 2024 માં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના 2200 કેસ
- વિદેશ મંત્રાલયે લઘુમતિઓની સુરક્ષા માટે લખ્યો પત્ર
બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી.એક પછી એક આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે એક મંદિરમાં તોડફાડ કરી મૂર્તિઓ ખંડિત કરાઈ છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.કેટલાક તત્વો ક્યારેક મંદિરોને તો ક્યારેક તેમના ઘરોને નુકસાન પહોંચાડી રહ્યા છે.મૈમનસિંહ અને દિનાજપુરના ત્રણ હિન્દુ મંદિરોમાં બે દિવસમાં બદમાશોએ આઠ મૂર્તિઓનો નાશ કર્યો.જોકે, તોડફોડ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે આ વર્ષે 5 ઓગસ્ટે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવું પડ્યું.આ પછી હિન્દુઓ આ હિંસાનો ભોગ બનવા લાગ્યા.ઓક્ટોબર મહિનામાં હજારો બાંગ્લાદેશી હિન્દુઓએ તેમના અધિકારો અને સુરક્ષાની માંગણી સાથે ચિત્તાગોંગમાં રસ્તાઓ પર પ્રદર્શન કર્યું.અહીંની 17 કરોડની વસ્તીમાંથી માત્ર આઠ ટકા હિન્દુઓ છે.નોંધનિય છે કે 5 ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં 50 જિલ્લામાં 200થી વધુ હુમલા થયા છે.
આપણા બે પાડોશી મુસ્લિમ રાષ્ટ્રો,બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચાર અને હિંસા વધી રહી છે.ભારતીય વિદેશ મંત્રાલયના ડેટા પરથી જાણવા મળ્યું છે કે આ બંને દેશોમાં હિન્દુ પરિવારો સુરક્ષિત નથી.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ જ વર્ષે 2024માં બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના 2200 કેસ નોંધાયા છે.એવું પણ કહેવામાં આવ્યું છે કે શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ હિન્દુઓ વિરુદ્ધ હિંસા ઝડપથી વધી છે.
પાકિસ્તાનની વાત કરીએ તો અહીં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસાના 112 કેસ નોંધાયા છે.વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લઘુમતી અને માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે.વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે તેણે બંને દેશોની સરકારોને પત્ર લખીને તેમના દેશમાં લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાનું કહ્યું છે.તમને જણાવી દઈએ કે ભારતીય વિદેશ સચિવ તાજેતરમાં બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા.ત્યાં પણ તેમણે હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો અસરકારક રીતે ઉઠાવ્યો હતો.MEA એ એમ પણ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશાને પ્રકાશિત કરવાનું ચાલુ રાખશે.
– છેલ્લા 3 વર્ષના આંકડા પર નજર
વિદેશ મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષના આંકડા જાહેર કર્યા છે.આ ડેટા અનુસાર, વર્ષ 2022માં બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના 47 કેસ નોંધાયા હતા.2023માં તે વધીને 302 અને 2024માં 2200 થશે.જ્યારે પાકિસ્તાનમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ 241 અત્યાચાર નોંધાયા હતા.2023માં 103 અને 2024માં 112 કેસ નોંધાયા છે.સરકારનું કહેવું છે કે આ બે દેશો સિવાય અન્ય કોઈ પાડોશી દેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો એક પણ કેસ નોંધાયો નથી.