હેડલાઈન :
- રશિયામાં 9/11 જેવો હુમલો થયો
- રશિયાના કઝાન શહેર પર ડ્રોન હુમલો
- બહુમાળી ઈમારત પર ડ્રોન હુમલો કરાયો
- વોલ્ગા સ્કાય રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ પર હુમલો
- 38 માળની ઈમારતના ચાર માળ ક્ષતિગ્રસ્ત થયા
- રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વળતા હુમલાનો આદેશ
- રશિયન સેનાના યુક્રેનના ઘણા શહેરોમાં ઘાતક હુમલા
રશિયાના સારાટોવ શહેરમાં 38 માળની ઇમારત પર ડ્રોન હુમલો થયો છે.આ હુમલો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના હુમલા જેવો જ હતો.આ બાદ રશિયાએ યુક્રેનના ઘણા શહેરોમાં હુમલા શરૂ કરી દીધા છે.
સેરાટોવ એ રશિયાનું એક શહેર છે.યુક્રેને અહીંની સૌથી ઊંચી ઈમારત પર ડ્રોન હુમલો કર્યો હતો.આ ઈમારતનું નામ વોલ્ગા સ્કાય રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં 38 માળ છે.સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઝડપથી ઉડતું આવ્યુ અને બિલ્ડિંગમાં ઘૂસી ગયુ બાદમાં મોટો વિસ્ફોટ થયો હતો.
બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટના કારણે ધુમાડો પ્રસરી ગયો અને કાટમાળ નીચે પાર્ક કરેલા વાહનો પર પડ્યો છે.ડ્રોન હુમલાના કારણે ઈમારતના ચાર માળને ભારે નુકસાન થયું છે.ત્રણ માળમાં એક મોટો ખાડો છે.આ હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.આ હુમલો અમેરિકા પર 9/11ના હુમલા જેવો જ હતો.
ઝાનમાં બહુમાળી ઇમારતો પર UAV હુમલાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુદી-જુદી દિશામાંથી આવતા કિલર ડ્રોન (UVA) હવામાં ઈમારતો સાથે અથડાઈ રહ્યા છે. ડ્રોન ઈમારત સાથે અથડાયા બાદ મોટો વિસ્ફોટ પણ જોવા મળી રહ્યો છે. રશિયાએ આ હુમલા માટે યુક્રેન પર સીધો આરોપ લગાવ્યો છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે,આ ડ્રોન હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.જે બાદ રશિયન સેનાએ યુક્રેનના ઘણા શહેરોમાં ઘાતક હુમલા શરૂ કરી દીધા છે.જેમાં ખાસ કરીને કિવ,ખાર્કીવ,વિનિત્સિયા,ક્રિવી રીહ, ઝાપોરિઝિયા,ખ્મેલનીત્સ્કી,ઓડેસા,ડીનીપ્રો અને યુક્રેનના અન્ય શહેરોમાં જોરદાર વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.રશિયન હુમલાથી લુત્સ્કમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને ખરાબ રીતે નુકસાન થયું છે.રશિયાએ યુક્રેન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે.યુક્રેનની સેનાએ કહ્યું કે આ હુમલો 11 રશિયન બોમ્બર એરક્રાફ્ટ અને સેંકડો આત્મઘાતી ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.જો કે,બાદમાં યુક્રેનની સેનાએ છ બોમ્બરોની પુષ્ટિ કરી હતી.આ સિવાય રશિયાએ યુક્રેન પર વિવિધ પ્રકારની મિસાઈલોથી હુમલો કર્યો હતો.