હેડલાઈન :
- વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે
- એક્સાઈઝ પોલિસી કેસમાં LG ની ED ને કેસ ચલાવવા મંજૂરી
- LG વી.કે.સક્સેનાએ ED ને કેસ ચલાવવાની આપી મંજૂરી
- 5 ડિસેમ્બરના રોજ EDએ કેસ ચલાવવા માંગી હતી મંજૂરી
- અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલ જામીન પર
લેફ્ટનન્ટ ગવર્નર LG વી.કે.સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ને એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.
આગામી 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે.લેફ્ટનન્ટ ગવર્નર (LG) VK સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDને એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપી છે.ત્યારે કહી શકાય કે હવે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.નોંધનિય છે કે 5 ડિસેમ્બરના રોજ EDએ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી.દિલ્હી સરકારની આબકારી નીતિની મહિનાઓ સુધી તપાસ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઈડીને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય આપ્યો હતો.દાખલ કરવામાં આવેલી આ અરજીમાં દિલ્હી એક્સાઈઝ લિકર પોલિસી કેસમાં ચાર્જશીટને ધ્યાનમાં લેવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.જસ્ટિસ મનોજ કુમાર ઓહરીની ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીએ નિયત કરી છે.
હાઇકોર્ટે AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની અરજી પર નોટિસ જારી કરી,જેમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટને સંજ્ઞાન લેવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન બંને કેસોમાં હાલ નિષ્ક્રિય એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં જામીન પર છે.